ભારતીય અમેરિકન વિદ્યાર્થીએ ઇનોવેશન એવોર્ડ જીત્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટનઃઘરગથ્થુ વપરાશ માટે અપાતી વીજળીમાં કાર્બનની હાજરીમાં ઘટાડો કરતા કરકસરયુક્ત ઉપકરણની નવીનતમ ડિઝાઇન માટે ભારતીય અમેરિકન વિદ્યાર્થી એવા સાહીલ દોશીએ ‘અમેરિકાના ટોચના યુવાન વૈજ્ઞાનિક’ એવોર્ડ જીતી લીધો છે.
સાહીલ દોશી કે જે પિટ્સબર્ગનો નવમો ગ્રેડર છે તેણે 2014 ડિસકવરી એજ્યુકેશન 3M યંગ સાયંટિસ્ટ ચેલેન્જ તરીકે જાહેર કરવામાં આવનારા અન્ય નવ ફાઇનાલિસ્ટ સાથે સ્પર્ધા કરી હતી. આ એવોર્ડમાં 25,000 ડોલર અને કોસ્ટા રિકા જેવા સ્થળના સાહસિક પ્રવાસનો સમાવેશ થાય છે.
તેણે વિકસાવેલ કે જેને “પોલ્યુસેલ” કહેવાય છે તે કાર્બન ડાયોક્સાઇડનું વીજળીમાં રૂપાંતર કરે છે, જે ઘરગથ્થુ વપરાશ માટે અને વિકસતા રાષ્ટ્રોને અપાતી વીજળીમાં કાર્બનની હાજરીમાં ઘટાડો કરવામાં નોંધપાત્ર રીતે મદદ કરે છે એમ ડિસકવરી એજ્યુકેશન અને 3Mએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
વીજળીનો અભાવ અને વધતા ઝેરી વાયુ પ્રદૂષણનો સામનો કરી રહેલા વિશ્વભરના 1.2 અબજ લોકોને કારણે પ્રેરણા મળતા દોશીએ ઉર્જાની બચત કરતા ઉપકરણનું સર્જન કરવાનું નક્કી કર્યું હતં જે જરૂરિયાતવાળા લોકો માટે વીજળીનું ઉત્પાદન કરતા નીકળતા નુકસાનકારક ગ્રીનહાઉસ ગેસને ઓછો કરવામાં સહાયરૂપ થાય એમ નિવેદનમાં જણાવ્યું હતું.
"3M તરફથી સાહીલ અને બાકીના ચાલુ વર્ષના ફાઇનાલિસ્ટને તેમના સમર્પણ અને નવીનતમ વિચારસરણી બદલ અભિનંદન આપવાનું અમને સન્માન પ્રાપ્ત થયું છે. મને ખાતરી છે કે તેઓ ભવિષ્યમાં સમાજ પર અર્થપૂર્ણ અસર ઉપજાવશે એમ ડિસકવરી એજ્યુકેશનના પ્રેસીડંટ અને સીઇઓ બીલ ગુડવિને જણાવ્યું હતું.
અન્ય વિજેતાઓમાં વર્જિનાના જય કુમારે પોતાની શોધ માટે ત્રીજા ક્રમે એવોર્ડ મેળવ્યો છે, જેણે બારીમાં લાગે તેવા વાયુ શુદ્ધિકરણ સિસ્ટમ વિકસાવી હતી જે ઘરમાં નુકસાનકારક પ્રદૂષણને આવતા રોકે છે.