તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવાન આર્મીના સહાયક લડવૈયા છે, નોકરની જેમ કામ ન કરાવી શકાયઃ સરકાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ સરકારે આર્મી સહાયક સિસ્ટમનો બચાવ કર્યો છે. રાજ્યસભામાં સરકાર વતી રક્ષા રાજ્યમંત્રી સુભાષ ભામરે કહ્યું કે, “આર્મીના સહાયકો ઓફિસરોને યુદ્ધ અને શાંતિ દરમિયાન પૂરો સપોર્ટ કરે છે. તે લડનારા જવાન હોય છે. તેમની પાસેથી નોકરોની જેમ કામ ન લઈ શકાય. સૈનિકનું આત્મસન્માન જળવાઈ રહે તેને લઈને રેગ્યુલર ઈન્સ્ટ્રક્શન જાહેર થતા રહે છે.” ઉલ્લેખનીય છે કે ગત થોડાં દિવસો પહેલા સહાયકો દ્વારા કેટલાક ઓફિસરો પર ગુલામોની જેમ કામ કરાવવાનો આરોપ લગાવાયો હતો.
 
રાજ્યસભામાં ભામરેએ શું કહ્યું
 
- ભામરેએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું, એક સહાયક પાસે સામાન્ય સૈનિકની જેવું કામ હોય છે. તે તેમના ઓફિસરો, જૂનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ)ને યુદ્ધ અને શાંતિના સમયે મદદ કરે છે. આ માટે તેમને ફરજ સોંપવામાં આવે છે.
- ભામરેએ એમ પણ રહ્યું કે, સહાયક સિસ્ટમ ઓફિસરોને સપોર્ટ કરે છે. તે ઓફિસરો અને જવાનો વચ્ચે સારો તાલમેલ કરે છે. તેના કારણે યુનિટના સૈનિકોમાં પણ સ્પિરિટ જળવાઈ રહે છે, જેની યુદ્ધ દરમિયાન જરૂર હોય છે.
-સહાયક લડવૈયા જવાન હોય છે અને તેમનું આત્મસન્માન જળવાઈ રહે તે માટે તેમની પાસેથી નોકરોની જેમ કામ ન કરાવી શકાય.
- એક સહાયકની ડ્યુટી નક્કી હોય છે અને તે યુનિટનો અવિભાજ્ય હિસ્સો હોય છે. એક ઓપરેશન દરમાયન મેન્ટલ, ફિઝિકલ અને મોરલ સપોર્ટની જરૂર હોય છે.
- ઉલ્લેખનીય છે કે નેવી અને એરફોર્સમાં સહાયક સિસ્ટમ નથી.
 
આ પ્રકારના મામલા આવ્યા હતા સામે
 
- માર્ચની શરૂઆતમાં રોય મેથ્યુ નામના જવાનની બોડી મહારાષ્ટ્રના દેવલાલી કેન્ટોનમેન્ટ પાસેથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો.
- જેના થોડા દિવસો બાદ એક સૈનિકે ઓનલાઈન વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે સીનિયર ઓફિસરો ગુલામ જેવું કામ કરતાં હોવાનો આરોપ લગાવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો