• Gujarati News
  • Saharanpur Riots Investigation Report Cm Akhilesh Yadav

સહારનપુર કોમી તોફાનોઃ તપાસ સમિતીએ બીજેપી સાંસદને ગણાવ્યા જવાબદાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટોઃ સહારનપુરમાં થયેલા હુલ્લડોમાં ઘણી દુકાનોને આગ ચાંપવામાં આવી હતી
મેરઠ/સહારનપુર/લખનઉઃ સહારનપુરમાં થયેલા કોમી હુલ્લડો અંગેની તપાસ સમિતીનાં અહેવાલમાં સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર, બીજેપી સાંસદ રાઘવ લખનલાલ તેમજ કોંગ્રેસ નેતા મુહર્રમ અલી પપ્પુ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ નેતા ઇમરાન મસૂદને ક્લિન ચીટ અપાઇ છે. રિપોર્ટ પ્રમાણે બીજેપી સાંસદની ભૂમિકા તોફાનોને ભડકાવનાર હતી. જ્યારે બીજેપીએ સહારનપુર હિંસા માટે સપા અને કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યા છે. બીજેપી પ્રવક્તા વિજય બહાદુર પાઠકનું કહેવું છે કે તોફાનો અંગે સપાનાં એમએલસી ઉમર અલી ખાન અને પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન મસૂદ પર 29 જુલાઇનાં રોજ કેસ નોંધાયા હતા, પણ તેમની ધરપકડ કરાઇ નહતી. જેને જોતાં સરકારની દાનત સ્પષ્ટ થાય છે.
ઉલ્લેખનીય છે કે પશ્વિમ યુપીનાં સહારનપુરમાં 26 જુલાઇનાં રોજ થયેલી સાંપ્રદાયિક હિંસામાં ત્રણ જણાના મોત થયા હતા અને 20 ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત લાખોની સંપત્તિને પણ નુકસાન થયું હતું. રાજ્ય વહીવટી તંત્ર પર પણ ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે.
શું કહે છે રિપોર્ટ

રિપોર્ટ પ્રમાણે સ્થાનિક પોલીસને પહેલાથી જ તણાવપૂર્ણ સ્થિતિની જાણ હતી, પણ તેને રોકવા માટે કોઇ પગલા ન લેવાયા. સપા મહાસચિવ નરેશ અગ્રવાલ રિપોર્ટને ટાંકતા કહે છે કે આ હુલ્લડો અધિકારીઓની નિષ્ફળતાને કારણે થયા. આ હુલ્લડો સાંપ્રદાયિકતા નહીં પણ બેદરકારીને કારણે થયા. દોષિત અધિકારીઓ પર કામ ચલાવીને કાર્યવાહી થવી જોઇએ. રિપોર્ટમાં કોંગ્રેસ નેતા ઇમરાન મસૂદને ક્લિન ચિપ અપાઇ છે.

બીજેપી સાંસદની ભૂમિકા પર સવાલ

તપાસ સમિતીનાં અહેવાલમાં જણાવાયું છે કે બીજેપી સાંસદ રાઘવ લખનપાલે શહેરમાં નીકળીને તોફાનીઓને ઉશ્કેર્યા હતા. જેના પગલે તેમણે દુકાનોને આગ ચાંપી હતી.
વહીવટી તંત્રની ભૂમિકા

સપા નેતા શિવપાલ યાદવની અધ્યક્ષતા હેઠળ ગઠિત કરાયેલા દળે સીએમ અખિલેશ યાદવને સોંપેલા અહેવાલમાં જણાવાયું છે કે જો સહારનપુરમાં વહીવટી અધિકારીઓએ સુઝબુઝથી કામ લીધું હોત તો હિંસાને ટાળી શકાઇ હોત. હિંસા થઇ તે પહેલા ભીડને ન તો એકત્રિત થવી દેવી જોઇતી હતી કે ન તો વિવાદિત સ્થળ પર રાત્રે લિન્ટર નાંખવાની મંજૂરી આપવી જોઇતી હતી.
આગળ વાંચો શું છે આ વિવાદનું મૂળ