સાધુઓના કુકર્મોથી થતો રહ્યો છે ભગવો બદનામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અપ્રાકૃત્તિક સેક્સ માટે મજબુર કરતા નિત્યાનંદ
ઈચ્છાધારી બાબા કરતાં છોકરીઓ સપ્લાઈ

સાધુ શબ્દ સાંભળતાં જ હૃદય ભાવવિહ્વણ થઈ જાય છે. સાધુની વ્યાખ્યા કરતા તુલસીદાસે કહ્યું છે, ‘साधु सराहि सुमन सुर बरषे’. સાધુ બોલે ત્યારે અમૃત અને ફૂલોનો વરસાદ થાય છે. સાધુને આધ્યાત્મિક, નિસ્વાર્થ સેવક અને સદાચારી કહેવામાં આવે છે. શંકરાચાર્ય, સ્વામી પરમહંસ વગેરે આદીકાળથી જ સમાજનું માર્ગદર્શન કરતા રહ્યાં છે. આ ગૌરવશાળી ઈતિહાસને આજે ભાગવતાચાર્ય રાજેન્દ્ર, નિત્યાનંદ, પાયલોટ બાબા અને ઈચ્છાધારી બાબા જેવા સાધુઓ કલંકિત કરી રહ્યાં છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુની ક્લિપ તથા તેમના બ્લેકમેઈલિંગનો કિસ્સો કલોલમાં બહાર આવ્યો છે.

ધર્મનાં નામે ધંધો શરૂ કરનારાં આ સાધુઓએ દેહવ્યાપાર સુધી તેમની જાળ પાથરેલી. ધર્મ અને રાજનીતિનું કોકટેલ તો સદીઓથી ચાલી રહ્યું છે, પરંતુ સેક્સ ભળતા આધ્યાત્મ પ્રદૂષિત થયું છે. આ સંજોગોમાં એવો વિચાર આવે કે કયા આધ્યાત્મિક ચહેરા પર વિશ્વાસ કરવો. નિકટના ભૂતકાળમાં બનેલી આવી કેટલીક ઘટનાઓ પર નજર કરીએ, જેણે આધ્યાત્મિક ચહેરાંઓને બેનકાબ કર્યા.

છોકરીઓ સપ્લાઈ કરતા ઈચ્છાધારી બાબા અંગે વાંચવા ફોટોગ્રાફ સ્લાઈડ કરો.