20 વર્ષની યુવતીની દર્દભરી દાસ્તાન, જણાવી પ્રેમથી લઇને લગ્ન સુધીની કહાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇંદોર: ખરગોનમાં એક 20 વર્ષની યુવતીને ઝેર આપીને જીવથી મારવાનની કોશિશ કરવાનો મામલો સામે આવ્યો છે. યુવતીએ જણાવ્યું કે વર્ષ પહેલા અજાણ્યા નંબરથી એક યુવકે કોલ કર્યો અને અમારી વચ્ચે વાતચીત શરૂ થઇ. તે પછી તેણે સંબંધો બનાવ્યા અને વીડિયો રેકોર્ડિંગ કરીને બ્લેકમેલ કરવા લાગ્યો અને હજારો રૂપિયા લઇ લીધા. યુવતીનો હોસ્પિલમાં ઇલાજ ચાલી રહ્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
 
આવી છે છોકરીની આખી દાસ્તાન
 
- યુવતીએ જણાવ્યું કે એક વર્ષ પહેલા શહેરના જૈતાપુર નિવાસી શુભમ સાંવલેએ મોબાઇલ પર વોટ્સએપ દ્વારા વાતચીત શરૂ કરી. તે પછી તેની સાથે વીડિયો ચેટિંગ શરૂ થઇ ગયું. અમારી દોસ્તી થયા પછી અમે મળવા લાગ્યા. આ દરમિયાન તેણે મને પ્રપોઝ કર્યું અને પછી લગ્નનું કહ્યું તો મેં હા કરી દીધી. તે પછી તેણે મારી સાથે શારીરિક સંબંધો પણ બનાવ્યા અને તેનો વીડિયો પણ બનાવી લીધો.
- વીડિયો બનાવ્યા પછી તેણે મારી સાથે બહુ ખરાબ કર્યું. જ્યારે મેં કહ્યું કે તેં વીડિયો કેમ બનાવ્યો, તો તે બોલ્યો જે થયું તે બરાબર છે. મં તેનો એક વીડિયો ડીલીટ કરી દીધો તો તેણે કહ્યું કે એક બીજો વીડિયો પણ છે, જે હું તને વોટ્સએપ પર મોકલું છું.
- જ્યારે મેં તેને કહ્યું કે મારે નથી જોવો, તું એને ડીલીટ કરી દે, તે છતાંપણ તે મને બીજા દિવસે મળ્યો ત્યારે મને વીડિયો બતાવ્યો. તેની પાસે આ વીડિયોની ઘણી કોપી હતી. તે પછી તેણે મને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું અને મારી પાસેથી 10-12 હજાર રૂપિયા લઇ લીધા.
- જ્યારે મેં પોલીસ પાસે જવાની વાત કરી તો તેણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી. આ દરમિયાન હું ગર્ભવતી થઇ ગઇ. જ્યારે મેં તેના માતા-પિતાને વાત કરી તો તેમણે મને ઘરેથી ભગાડી મુકી. તે પછી તેમણે મને ગોળી ખવડાવી દીધી જેથી મારો ગર્ભપાત થઇ ગયો.
- ત્યારબાદ મેં પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો તો કોઇ સુનાવણી થઇ નહીં. મેં એસપીને આવેદન આપ્યું અને સીએમ હેલ્પલાઇનમાં પણ ફરિયાદ નોંધાવી. રિપોર્ટ નોંધાયા બાદ આ લોકો લગ્ન માટે તૈયાર થયા, પણ રિપોર્ટ પાછો ખેંચવાની શરત મુકી. પણ મેં ના પાડી દીધી.
- લગ્ન પછી તેઓ દરરોજ ઝઘડો કરતા હતા. બે દિવસ પહેલા પણ તેણે ઝઘડો કર્યો અને જબરદસ્તી ઝેર પીવડાવી દીધું. તે પછી હું તે જ હાલતમાં પોલીસ-સ્ટેશન પહોંચી અને ફરિયાદ કરી. હું ત્યાં જ બેભાન થઇ ગઇ, જ્યારે આંખો ખુલી તો હોસ્પિટલમાં હતી.
 
હવે કરે છે 30 લાખ રૂપિયાની માંગ
 
- યુવતીએ કહ્યું હવે તે મને પોતાની સાથે રાખવા નથી માંગતો. તે તેના પરિવારવાળાઓની વાતોમાં આવી ગયો છે. મારી પાસે 30 લાખ રૂપિયા દહેજ માંગી રહ્યો છે. જ્યારે મારી સાથે ફક્ત લગ્નનો વાયદો કર્યો હતો. લગ્ન પછી શુભમ મારા ઘરે જ રહેતો હતો.
 
તપાસ કરીશું
 
- મામલામાં ફરિયાદ થઇ છે. પીડિતા હોસ્પિટલમાં દાખલ છે. તેના નિવેદનને લઇને તપાસ કરીશું. જો આરોપો યોગ્ય હશે તો કાયદાકીય કાર્યવાહી થશે.
 
- અંતરસિંહ કનેશ, એએસપી
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ ફોટાઓ...
અન્ય સમાચારો પણ છે...