તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PM મોદી આજે કરશે ‘મન કી બાત’,તેંડુલકર અને વિશ્વનાથન આંનદ પણ જોડાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોદીની ‘મન કી બાત’: સચિન, આનંદે બાળકોને પરીક્ષા માટે ટિપ્સ આપી
- પરીક્ષાને સ્પર્ધા અને માર્ક્સની રમત ન ગણો : મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોને પરીક્ષા આપતાં પહેલાં દરેક પ્રકારના તનાવ અને દબાણથી મુક્ત રહેવાની સલાહ આપી છે. જ્યારે ક્રિકેટર સચિન તેંડુલકર, શતરંજ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ, રામકથાકાર મોરારિ બાપુ અને નામાંકિત વિજ્ઞાની પ્રો.સી.એન.આર. રાવે પણ પોત-પોતાની રીતે બાળકોને પરીક્ષા આપવા અંગે મહત્વની ઘણી ટ્રિક શીખવાડી છે.

મોદીએ આકાશવાણી પર પ્રસારિત 17મા ‘મન કી બાત’ કાર્યક્રમમાં જણાવ્યું કે મિત્રો, પરીક્ષાને માર્ક્સની રમત ગણતા નહીં. ક્યાં પહોંચ્યા, કેટલું પહોંચ્યા તે હિસાબ-કિતાબમાં ફસાયેલા ન રહો. જીવનને કોઇ મહાન ઉદ્દેશ સાથે જોડવું જોઇએ. જો સપનાં વિશાળ, વિરાટ રહ્યાં, તો પરીક્ષા પોતાનામાં એક આનંદોત્સવ બની જશે. દરેક પરીક્ષા એ મહાન ઉદ્દેશ પૂરો કરવાનું એક પગલું હશે. દરેક સફળતા એ મહાન ઉદ્દેશને પ્રાપ્ત કરવાની ચાવી બની જશે.

મોદીએ બાળકોનાં માતા-પિતાઓને કહ્યું કે તમને તમારાં બાળકોની પરીક્ષાની જેટલી ચિંતા છે, મને પણ એટલી જ ચિંતા છે પરંતુ જો આપણે પરીક્ષાને જોવાની પોત-પોતાની રીત બદલી નાખીએ તો કદાચ આપણે ચિંતા મુક્ત પણ થઇ શકીએ છીએ. વડાપ્રધાને શ્રીનિવાસ રામાનુજમ, થોમસ આલ્વા એડિસન અને હેરી પોટર શ્રેણીના લેખક જે.કે. રેલિંગનું ઉદાહરણ આપ્યું. મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓમાં હિંમત ન હારવી અને સકારાત્મક ભાવનાથી પરિશ્રમ કરતા રહેવાની સલાહ આપી છે.

આશાના દબાણમાં ન આવો : સચિન

મોદીની મન કી બાત કાર્યક્રમમાં સચિને જણાવ્યું કે હું જાણું છું કે પરીક્ષા શરૂ થવાની છે. તમારામાંથી ઘણા લોકો તનાવમાં પણ રહેશે. તમને મારો એક સંદેશ છે - માતા-પિતા, ટીચર્સ, અન્ય પરિજન, મિત્ર તમારી પાસે અપેક્ષા રાખે છે. પરંતુ હું એ કહેવા માગું છું કે તમે જાતે પોતાના માટે કેટલાક ટારગેટ સેટ કરો. અન્ય કોઇની અપેક્ષાના દબાણમાં ન આવો. તમારી વિચારસરણી પોઝિટિવ હોવાનું જરૂરી છે. ટેન્શન -ફ્રી થઇને પેપર લખો અને સારાં રિઝલ્ટ્સ મેળવો.

પરીક્ષા જીવનની સામાન્ય સમસ્યા જેવી જ છે : આનંદ

મોદીએ શતરંજના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદનો સંદેશો પણ સંભળાવ્યો. આનંદે કહ્યું કે મને લાગે છે કે આ પરીક્ષાઓ જીવનમાં આવનારી મુશ્કેલીઓ જેવી જ છે. તમારે પૂરતો આરામ કરવો જોઇએ. પેટ ભરેલું હોવું જોઇએ. ભૂખ્યા ન રહેવું જોઇએ. સૌથી જરૂરી શાંત રહેવું પડશે. આ ચેસની કોઇ ગેમની જ જેમ છે. વધુ પડતો આત્મવિશ્વાસ ન હોવો જોઇએ પરંતુ નિરાશ પણ ન થવું જોઇએ.
મન કી બાતના મુદ્દા

- દબાણ હેઠળ ન આવો, પ્રતિસ્પર્ધા નહીં પણ અનુસ્પર્ધા કરો. પોતાના સાથેની જ સ્પર્ધા કરો.
- જીવનને એક મહાન હેતુ સાથે જોડીને આગળ વધવું, આ પરિક્ષાઓ તો ફક્ત આપણી ગતિ અને દિશાઓ યોગ્ય છે કે નહીં તે ચકાસવા માટે છે.
- દરેક સફળતા મોટા લક્ષ્યને હાંસલ કરવાની ચાવી મળશે.
- શ્રીમાન પ્રભાકર રેડ્ડીએ જણાવ્યું કે, યોગ્ય સમયે સુવાનું રાખવું અને વહેલા ઉઠી પુનરાવર્તન કરવું.
- મારા મિત્રો મારી ઓછી ઊંઘની વાતો કરે છે, જોકે હું તેને સુધારી લઈશ.
- તણાવમુક્ત રહેવા માટે યોગ્ય ઊંઘ જરૂરી છે.
- અભ્યાસની સાથે શિસ્તનું પણ ઘણુ મહત્વ છે.
પોતાના માટે ટાર્ગેટ સેટ કરો - સચિન તેંડુલકર
- સચિને કહ્યું કે,‘માતા-પિતા, મિત્રો, શિક્ષકો તમારી પાસેથી અપેક્ષા રાખશે. પોતાના જ ટાર્ગેટ સેટ કરો અને તે પણ પોતાના માટે જ. અન્યોની અપેક્ષા પ્રમાણે ટાર્ગેટ સેટ ન કરવા.’
- સચિન પ્રમાણે, તેની પાસે સમય પ્રમાણે અપેક્ષા વધતી જતી હતી.
- સકારાત્મક વિચારથી સકારાત્મક પરિણામો મળશે.
સારી ઊંઘ અને શાંત દિમાગથી મળશે સફળતાઃ વિશ્વનાથન આનંદ

- પરીક્ષાઓ જીવનમાં આવનારી મુશ્કેલીઓ જેવી હોય છે.
- તમને સારી ઊંઘ, પુરતા ભોજન અને સાથે શાંત રેહવાથી સફળતા મળશે.
(આગળની સ્લાઈડ્સમાં જાણો મોરારીબાપૂ અને સીએન રાવે સ્ટુડન્ટ્સને શું સલાહ આપી, સાથે જાણો મન કી બાતના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ.)
અન્ય સમાચારો પણ છે...