એસ સી જમીરે ઓરિસ્સાના રાજ્યપાલ તરીકે શપથ લીધા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પીઢ કોંગ્રેસી નેતા અને મહારાષ્ટ્ર અને ગોવાના પૂર્વ રાજ્યપાલ એસ સી જમીરે ઓરિસ્સાના રાજ્યપાલ તરીકે શપથ લીધા.નાગાલેન્ડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચુકેલા જમીરને ઓરિસ્સા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ચોખાલિંગમ નાગપ્પાએ રાજભવનમાં શપથ લેવરાવ્યા હતા.

મુરલીધર ચંદ્રકાંત ભંડારેની મુદત ગયા વર્ષે 20 ઓગસ્ટના રોજ પૂરી થઈ હતી. પરંતુ જમીરની નિમણૂક સુધી તેઓ હોદ્દા પર રહ્યા હતા. જમીરને વર્તમાન નાગાલેન્ડના સ્થપતિ ગણવામાં આવે છે. જમીરે ગોવા અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. ઉપરાંત નોર્થ ઈસ્ટ રાજ્યમાં પાંચ વખત મુખ્યમંત્રી તરીકે પણ રહ્યા છે.

જમીર 1961મા પ્રથમ વાર લોકસભામાં નોમિનેટ થયા હતા અને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે સંસદીય બાબતોના સચિવ પણ રહ્યા હતા.

મુખ્યમંત્રી નવીન પટનાયક સહિત અન્ય મહાનુભાવો સોગંધવિધીમાં ઉપસ્થિત રહ્યા હતા.