એસ-બેન્ડ ગોટાળો: ઈસરો માટે કરાર રદ્દ કરવો અશક્ય

કરાર રદ્દ થાય તો દેવાસ મલ્ટીમીડિયાને પ્રજાના પૈસાનું વળતર આપવું પડશે

Agency

Agency

Divyabhaskar.com | Updated - Feb 09, 2011, 12:20 PM
s band spectrum not possible for isro to cancel
એસ બેન્ડ ફાળવણીનો મુદ્દો સરકાર માટે મુસિબતરૂપ બનતો જાય છે. વડાપ્રધાન કાર્યાલયની સ્પષ્ટતા છતાં, સરકારને નુકશાન થાય તેવી વકી છે. જેનું કારણ ઈસરોની વેપારી પાંખ અંતરિક્ષ અને દેવાસ મલ્ટીમીડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચેના કરારની શરતો પ્રમાણે સેટેલાઈટ લોન્ચ કરવામાં જો ઢીલ થાય તો દેવાસ મલ્ટીમીડિયાને વળતર આપવાની શરતનો પણ સમાવેશ થાય છે. ઈસરોના અધ્યક્ષે પણ આ અંગે પુષ્ટી કરી છે, સાથો-સાથ તેમણે ઉમેર્યું હતુંકે, આ અંગે વિચારણા પણ કરવામાં આવી રહી છે. -એસ-બેન્ડ ગોટાળો: ઈસરો માટે કરાર રદ્દ કરવો અશક્ય -કરાર રદ્દ થાય તો દેવાસ મલ્ટીમીડિયાને પ્રજાના પૈસાનું વળતર આપવું પડશે -અંતરિક્ષ અને દેવાસની વચ્ચેની કાયદાકીય સમજૂતિના કારણે સરકારના કહેવા પ્રમાણે, અંતરિક્ષ અને દેવાસની વચ્ચેની કાયદાકીય સમંજૂતિના કારણે, સરકારી ખજાનાને કોઈ નુકશાન નથી થયું. પરંતુ, કરારની શરતો પ્રમાણે, દેવાસ મલ્ટીમીડિયાના ટ્રાન્સપોન્‍ડર્સને અવકાશમાં મોડેથી મોકલવા માટે અંતરિક્ષે પેનલ્ટી ભરવી પડી શકે છે. આમ છેવટે સરકારને જ નુકશાન થનાર છે. કરાર પ્રમાણે દેવાસને પ્રાઈમરી સેટેલાઈટમાં 8.1 મેગાહર્ટ્ઝ પર પાંચ અન્ય ટ્રાન્સપોન્ડર્સ 36 મહિનામાં આપવાના હતા. (જેમાં ગ્રોસ પીરિયડ પણ સામેલ છે.) આનાકાની કર્યા પછી, સરકારે સ્વીકાર્યું છેકે, ઈસરો દ્વારા મોંઘા એવા એસ-બેન્ડમાં સ્પેક્ટ્રમ ફાળવણીમાં ભૂલ થઈ છે અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં નથી આવ્યું. કેબિનેટને આ અંગે પૂરી જાણકારી આપવામાં આવી ન હતી. અંતરિક્ષ વિભાગના સચિવ અને ઈસરોના પ્રમુખ ડૉ. કે. રાધાકૃષ્ણને વર્ષ 2009માં આ કરારને રદ્દ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી લીધી હતી. આ પહેલા પીએમઓએ કહ્યું હતુંકે, સ્પેક્ટ્રમ ફાળવણી માટે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. નીતિગત નિર્ણય લઈને કરારને રદ્દ કરવાની સલાહ આપવામાં આવી હતી કાયદાકીય નિષ્ણાતોએ સરકારને સલાહ આપી હતીકે, આ કરારને ખતમ કરવા માટે સરકારે નીતિગત નિર્ણય લેવો જોઈએ. 12 જુલાઈ 2010ના આસિસટન્ટ સોલિસિટર જનરલે સરકારને એક ચીઠ્ઠી લખી હતી. જેમાં એવી સલાહ આપવામાં આવી હતીકે, અંતરિક્ષ અને દેવાસ વચ્ચેના કરારને રદ્દ કરવા ઈસરો માટે અઘરા છે. આથી, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ આ કરારને રદ્દ કરે તેના બદલે કેન્દ્ર સરકાર નિર્ણય લઈને આ કરારને રદ્દ કરે તો યોગ્ય રહેશે. જોકે, ફેબ્રુઆરી માસમાં આ ખબર બહાર આવી ત્યાર સુધી સરકારે આ સલાહને નેવે મુકી રાખી હતી. સરકારને લાગ્યું હતુંકે, જો આ કરાર રદ્દ કરી દેવામાં આવે તો એસ-બેન્ડ પરનો મોટાભાગનો સ્પેક્ટ્રમ દેવાસને મળી જશે. આમ છતાં, વર્ષ 2005માં કરાર થયા, વર્ષ 2009માં તેને સમિક્ષા માટે મોકલવામાં આવ્યો, અને વર્ષ 2010માં તેને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, આમ છતાં, આ કરાર આજ દિવસ સુધી રદ્દ થઈ શક્યો નથી. તમારો મત શું તમને લાગે છેકે, સરકાર આ કરારને રદ્દ કરવા માટે સફળ રહેશે ? આ કૌભાંડને બહાર કાઢવા માટે મીડિયાએ ભજવેલી ભૂમિકા અંગે તમારું શું માનવું છે ? આ અંગેનો તમારો અભિપ્રાય નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા અમને જણાવી શકો છો.Read More
X
s band spectrum not possible for isro to cancel
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App