• Gujarati News
  • RSS Bhagwat Reviews Delhi Defeat With BJP Leaders & Pracharaks

ભાગવતે ભાજપના નેતાઓની ખબર લીધી, નીતિ પર ઉઠાવ્યા સવાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મંગળવારે પરાજય બાદ ખાલી પડેલું દિલ્હી ભાજપનું કાર્યાલય)
*સ્થાનિક કાર્યકરોની અવગણના
*ભાજપના નકારાત્મક પ્રચારથી કેજરીવાલને થયો લાભ
નવીદિલ્હી :
દિલ્હી વિધાનસભા ચૂંટણીઓમાં પરાજય બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ઉપરાંત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) દ્વારા પણ મંથન ચાલુ કરી દેવામાં આવ્યું છે. ગુરૂવારે સરસંઘ સંચાલક મોહન ભાગવતે ભાજપના ત્રણ કેન્દ્રીય પ્રધાનો રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની તથા નિર્મલા સિતારમણને દિલ્હી ખાતે સંઘના મુખ્યાલય 'કેશવકુંજ' બોલાવ્યા હતા. જેમાં ભાજપના નેગેટિવ કેમ્પેઈન અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

નિર્મલા સિતારમણને પુછવામા આવ્યું હતું કે તેમણે શા માટે અરવિંદ કેજરીવાલ સામે 'ચોર' શબ્દનો ઉપયોગ કર્યો. સંઘનું માનવું છે કે, નેગેટિવ કેમ્પેઈનની વિપરિત અસર પડી. સંઘના કેટલાક પ્રચારકોએ ફરિયાદ કરી હતી કે, કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા તેમના સૂચનોની અવગણના કરવામાં આવી હતી.
દિલ્હી ભાજપના કેટલાક કાર્યકરોએ ફરિયાદ કરી હતી કે, પ્રચાર દરમિયાન તેમના બદલે બહારથી આવેલા કાર્યકરો તથા પ્રધાનોને મહત્વ આપવામાં આવ્યું હતું. કેટલાક પ્રધાનોના ઘમંડભરેલા નિવેદનો તથા વર્તાવની પણ ફરિયાદ કરી હતી.
કવાયતનો હેતુ

સંઘ સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા પ્રમાણે, "સમગ્ર કવાયત હાથ ધરવા પાછળનો હેતુ એ છે કે, આ ચૂંટણીઓમાં થયેલી ભૂલોમાંથી બોધ લઈને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન અટકાવી શકાય અને યોગ્ય રીતે આગળ વધી શાય. જે નેતાઓએ દિલ્હીથી આવીને ભાગવતની મુલાકાત લીધી તેમાં દિલ્હી ભાજપના દિગ્ગજ નેતા જગીદશ મુખીનો પણ સમાવેસ થાય છે. એક સમયે પાર્ટીના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર અને જનકપુરીથી ચૂંટણી લડનારા મુખીનો તાજેતરની ચૂંટણીઓમાં પરાજય થયો છે. સરસંઘ સંચાલકે દિલ્હીના ઝંડેવાલાન ખાતે રહેતા અને દિલ્હીમાં વસેલા સંઘ અન્ય કાર્યકરો પાસેથી પણ રિપોર્ટ માંગ્યો છે.

આવતા મહિને નાગપુર ખાતે સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાઈ રહી છે. ઉપરાંત રવિવારે સંઘ અને ભાજપની સમન્વય સમિતિની બેઠક રવિવારે મળી રહી છે. ગુરૂવારે રિવ્યુ બેઠકમાં જે લોકો સામેલ થયા તેમાં ભૈયાજી જોશી, દત્તાત્રેય હોસબોલે, કૃષ્ણ ગોપાલ, તથા સુરેશ સોની મુખ્ય છે. ઉપરાંત ઈંદ્રેશ કુમાર, રામલાલ અને શિવપ્રકાશ પણ ભાગવત સાથે હાજર હતા.