• Gujarati News
  • Haryana CM Should Be Inducted In Contempt Procedure Says Amicus Curiae

રામપાલને ડરાવવામાં 40 કરોડ ખર્ચાયા, હાઈકોર્ટે હરિયાણા સરકારને ખખડાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ પોલીસ કાર્યવાહી દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલી આશ્રમની દિવાલ)
- હરિયાણામાં રામપાલના સમર્થકો સાથે ઘર્ષણ
- હાઇકોર્ટના આદેશ પર સંત રામપાલની ધરપકડ કરવા પહોંચેલી પોલીસને સમર્થકોએ અટકાવી, 200થી વધુ લોકો ઘાયલ
- આશ્રમમાંથી પેટ્રોલ બોમ્બ, પથ્થર અને ગોળીનો વરસાદ થયો
- આશ્રમનો દાવો: પોલીસ કાર્યવાહીમાં 8થી 10 લોકોનાં મોત, પોલીસે કર્યો ઇનકાર

હિસાર: હરિયાણામાં હિસાર જિલ્લાના બરવાલામાં સંત રામપાલના આશ્રમમાં મંગળવારે હિંસા ફાટી નીકળી હતી. હાઇકોર્ટના આદેશ પર રામપાલની ધરપકડ કરવા પહોંચેલી પોલીસને સમર્થકોએ બહાર જ રોકી દીધી હતી. પોલીસ પર ભારે પથ્થરમારો કરાયો હતો. પોલીસે કરેલી જવાબી કાર્યવાહીમાં મીડિયા કર્મચારીઓ સહિત 200થી વધારે લોકો ઘાયલ થયા હતા.

પોલીસે ચાર વાગે બાબાના સમર્થકોને આશ્રમ ખાલી કરવાની ચેતવણી આપી હતી પરંતુ થોડાક જ સમર્થકોએ આશ્રમ છોડ્યો હતો. બાકીના સમર્થકો આશ્રમમાં જ રહ્યા હતા. આશ્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થતો હતો. આ પરિસ્થિતિમાં પોલીસ પણ ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધી રહી હતી. રામપાલના સમર્થકોએ પોલીસને આગળ વધતી રોકવા તેની ઉપર પથ્થરમારો કર્યો, ગોળીબારની સાથે જ પેટ્રોલ બોમ્બનો પણ ઉપયોગ કર્યો.

આશ્રમના પ્રવક્તા રાજ કપૂરે દાવો કર્યો કે પોલીસ કાર્યવાહીમાં આઠથી 10 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે પોલીસે આ દાવાનો ઇનકાર કર્યો છે. એક અંદેશા મુજબ આશ્રમમાં મોટી સંખ્યામાં તેજાબ છે, જેનો ઉપયોગ પોલીસ પર કરવામાં આવી શકે છે. આશ્રમમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને હિસાર-ચંદીગઢ હાઇવે બંધ કરી દેવાયો છે. બરવાલાથી હિસારનો સંપર્ક સંપૂર્ણપણે કપાઇ ચૂક્યો છે. હિસારમાં પણ હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે.

લાઠીચાર્જમાં 20થી વધુ મીડિયાકર્મીઓ ઘાયલ

પોલીસે પહેલા તો કવરેજ માટે મીડિયા કર્મચારીઓને સામેથી બોલાવ્યા હતા. પરંતુ બાદમાં તેમની ઉપર જ લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. આ લાઠીચાર્જમાં ટીવી ચેનલોના પત્રકારો સહિત 20થી વધુ મીડિયા કર્મચારીઓ ઘાયલ થયા છે. પોલીસે અનેક પત્રકારોના કેમેરા તોડી નાંખ્યા હતા.
આશ્રમમાં નથી સંતરામપાલ દાસ - મેનેજમેન્ટ

આશ્રમના મેનેજમેન્ટના કહેવા પ્રમાણે, રામપાલદાસ આશ્રમની અંદર નથી. પરમ દિવસે તેમને સારવાર માટે આશ્રમમાંથી લઈ જવામાં આવ્યા હતા. જો કે, ક્યાં લઈ જવામાં આવ્યા છે, તે અંગે પ્રવક્તાએ ફોડ પાડ્યો ન હતો. જ્યારે ડીજીપીના કહેવા પ્રમાણે, તેમની પાસે પાક્કા રિપોર્ટ છે કે રામપાલદાસ આશ્રમની અંદર જ છે.
રામપાલદાસના સમર્થકો રાજનાથસિંહને મળ્યા

નવીદિલ્હીમાં રામપાલદાસના સમર્થકોએ રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. જેમાં રજૂઆત કરી હતી કે, રામપાલદાસના આશ્રમ પરની કાર્યવાહી તત્કાલ અટકાવવામાં આવે. તેમણે ચિમકી ઉચ્ચારી હતી કે આમ કરવાથી હિન્દુઓ સરકારની વિરૂદ્ધ થઈ જશે.
આ પહેલા મંગળવારે ઝડપભેર બદલાયેલા ઘટનાક્રમના અપડેટ્સ વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.