તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમવાર કોઈ ભારતીય બન્યો મિસ્ટર વર્લ્ડ, હૈદરાબાદના રોહિતે જીત્યું ટાઈટલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાઉથ પોર્ટઃ રોહિત ખંડેલવાલે મિસ્ટર વર્લ્ડ 2016નો ટાઈટલ જીતી લીધો છે. 20 વર્ષથી થતા આ કોન્ટેસ્ટમાં પ્રથમવાર કોઈ ભારતીય અને એશિયન વિજેતા બન્યો છે. મિસ્ટર વર્લ્ડ કોન્ટેસ્ટને યુકેના સાઉથ પોર્ટના ફ્લોરલ હોલમાં ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યો હતો. 27 વર્ષીય રોહિતે વિશ્વભરના 47 સ્પર્ધકોને પાછળ રાખી એવોર્ડ પર કબજો કર્યો હતો. તેને 50 હજાર ડોલર (33 લાખ 60 હજાર રૂપિયા) પ્રાઈઝ મની તરીકે મળી હતી. રોહિતને ખાસ તૈયારી કરાવવા માટે 20 લોકોની ટીમે મદદ કરી હતી.
પહેર્યો હતો નિવેદિતા સાબૂનો ડ્રેસ

- રોહિત માટે ડિઝાઈનર નિવેદિતા સાબૂએ ડ્રેસ ડિઝાઈન કર્યો હતો.
- રોહિતને પેજેંટમાં મિસ્ટર વર્લ્ડ મલ્ટીમીડિયા એવોર્ડ, મિસ્ટર વર્લ્ડ ટેલેન્ટ, મોબસ્ટાર પીપુલ ચોઈસ એવોર્ડ, મિસ્ટર વર્લ્ડ સ્પોર્ટ્સ ઈવેન્ટ જેવા ઘણા એવોર્ડ મળ્યા હતા.
- રોહિત ઉપરાંત મિસ્ટર સ્કોટલેન્ડએ એક્સ્ટ્રીમ ચેલેન્જ, મિસ્ટર ઈંગ્લેન્ડએ સ્પોર્ટ્સ ચેલેન્જ, મિસ્ટર ચાઈનાએ સ્ટાઈલ એન્ડ ફેશન તથા મિસ્ટર પોલેન્ડને ટેલેન્ટ ચેલેન્જ એવોર્ડ જીત્યો હતો.
રોહિતે શુ કહ્યું ?

- ‘મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે મેં મિસ્ટર વર્લ્ડનો ટાઈટલ જીત્યો છે, આવુ કરનાર હું પ્રથમ ભારતીય છું. આ મારા માટે ગર્વની બાબત છે.’
- ‘મારું સ્વપ્ન સાકાર થયું. આ માટે હું ઓર્ગેનાઈજેશનનો આભારી છું જેમણે મને તક અને માર્ગદર્શન આપ્યું. મને મિત્રો, પરિવાર અને પ્રશંસકોનો પણ સપોર્ટ મળ્યો. આ જ કારણે હું વિજેતા બન્યો.’
આ પહેલા બન્યા હતા પ્રોવોગ પર્સનલ કેર મિસ્ટર ઈન્ડિયા 2015

- આ પહેલા રોહિત પ્રોવોગ પર્સનલ કેર મિસ્ટર ઈન્ડિયા 2015નો એવોર્ડ જીતી ચૂક્યો છે.
- રોહિતને ઈન્ટરનેશનલ પેજેન્ટ માટે તૈયાર કરવામાં ફેશન અને ગ્લેમર ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોનો ફાળો રહ્યો છે.
- તેમાં રોકી એસ, સબીરા મર્ચન્ટ, સુપ્રીત બેદી, જમુના પઈ, ડૉ. સંદેશ માયેકર, અમિત ખન્ના, સ્વરૂપ મેદારા, રુખસાના આઈસાના નામ સામેલ છે.
- પેજેન્ટમાં ઘણા ફિઝિકલ ચેલેન્જ પણ હોય છે. તે માટે રોહિતના પરફોર્મેન્સને સુધારવા સ્પેશલ ફૂટબોલ સહિતની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
કરીના સાથે એક એડ કરી ચૂક્યો છે રોહિત

- 19 ઓગસ્ટ 1989ના હૈદરાબાદમાં જન્મેલા રોહિત સ્પાઈટ જેટના ગ્રાઉન્ડ સ્ટાફમાં સામેલ રહ્યો છે.
- તે કરીના કપૂર સાથે એક જ્વેલરી એડમાં નજર આવી ચુક્યો છે.
- તેને ‘યે હૈ આશિકી’ સીરિયલમાં પણ રોલ મળ્યો હતો.
- તે પછી ‘મિલિયન ડોલર ગર્લ’, ‘ક્રિસ’, ‘એમટીવી બિગ એફ’ અને ‘પ્યાર તૂને ક્યા કિયા’ જેવી સીરિયલ્સમાં રોહિત જોવા મળ્યો હતો.
- 2015માં તે મિસ્ટર ઈન્ડિયાનો ટાઈટલ જીતી ચૂક્યો છે.
(આગળની સ્લાઈડ્સમાં રોહિતની વધુ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો