છત્તીસગઢમાં મળી આવ્યા હજારો વર્ષ જૂના એલિયન્સ જેવાં શૈલ ચિત્રો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છત્તીસગઢમાં ચારામાની ગુફાઓમાં હજારો વર્ષ જૂના શૈલ ચિત્રો(રોક પેઈન્ટિંગ) જોવા મળે છે જેમાં એલિયન્સ એટલે કે પરગ્રહવાસીઓ અથવા અન્ય ગ્રહોના પ્રાણીઓ જેવી આકૃતિઓ જોવા મળે છે.

આ આકૃતિઓમાં કદ નાનું અને માથું ખૂબ જ મોટું જોવા મળે છે. ગેરુ અને શેવાળ રંગની રેખાઓથી બનેલાં ચિત્રો સાથે અહીં ઉડતી રકાબી જેવી કેટલીક આકૃતિઓ પણ જોવા મળે છે. પ્રારંભિક અનુમાન પ્રમાણે આ ચિત્રો પાંચથી દસ હજાર વર્ષ જૂના છે.

દંતકથાઓ પણ છે....

એવી દંતકથાઓ છે કે ચંદેલીના પહાડો પર નીચા કદના લોકો રહેતા હતા અને તેઓ અન્ય લોકોને ઉઠાવી જતા હતા. જે લોકોને ઉઠાવી ગયા તેઓ ક્યારેય પાછા નથી આવ્યા. શૈલ ચિત્રોનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવશે. - જે.આર. ભગત, સંશોધક પુરાતત્ત્વવેત્તા

ગંભીરતાથી અધ્યયન જરૂરી

રોક પેઈન્ટિંગમાં થોડી અલગ આકૃતિ મળે એટલે તેમને એલિયન કહેવાય તે યોગ્ય નથી. તેનું ગંભીરતાથી અધ્યયન કરવું જરૂરી છે. હું પેઈન્ટિંગ જોવા માટે રાયપુર જઈશ. - ડો. કે.કે.ચક્રવર્તી, કુલપતિ રાષ્ટ્રીય શૈક્ષિક યોજના અને પ્રશાસન યુનિવર્સિ‌ટી, દિલ્હી

શું છે એલિયન?

એવી માન્યતા છે કે પૃથ્વીથી દૂર અજાણ્યા ગ્રહો પર એલિયન્સ રહે છે. ઘણા દાયકાઓથી યુએફઓ (અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ) એટલે કે ઉડતી રકાબી જેવું કોઈ વિમાન પૃથ્વી પર જોવા મળ્યું હોવાની અફવાઓ પણ ચાલતી રહે છે. તેમના અંગે અત્યાર સુધીમાં પ્રમાણભૂત માહિ‌તી મળી નથી. એલિયન્સની કલ્પના અંગે હોલિવૂડની ઘણી ફિલ્મો ઉપરાંત બોલિવૂડમાં પણ ક્રિશ અને જોકર જેવી ફિલ્મો બની છે.

(તસવીરો માટે આગળ ક્લિક કરો...)