દિલ્હીઃસિટી બેન્કની પાસે ATM વાનમાંથી લૂટ્યા 1.5 કરોડ, ગાર્ડની ગોળી મારીને હત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટોઃઘટનાસ્થળ જ્યાં વાન પર લુટારુંઓએ કર્યો હતો હુમલો)

દિલ્હીઃ રાજધાનીના કમલાનગર વિસ્તારમાં ધોળાદિવસે 1.5 કરોડની લુંટ થઇ છે. લુંટારુઓએ એટીએમ વાનના ગાર્ડની ગોળ મારીને ઘટનાને અંજામ આપ્યો હતો. ઘાયલ ગાર્ડને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. વાન એટીએમમાં રુપિયા ભરવા આવી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ બાઇક સવાર લુંટારુઓ ફરાર થઇ ગયા હતા.

કમલાનગર વિસ્તારમાં માનસરોવર પાર્કની પાસે સિટી બેન્કના એટીએમ પર શનિવારની સવારે આશરે 11 વાગ્યે રોજની જેમ જ રુપિયા ભરવા વાન આવી હતી. અધિકારી વાનથી ઉતરીને એટીએમ પાસે પહોંચ્યા જ હતા, ત્યારે કાળા પલ્સર પર સવાર બે બદમાશોએ ગન પોઇન્ટ દ્વારા તેમની પાસેથી રૂપિયા લુટી લીધા હતા. આ વચ્ચે વિરોધ કરવા બદલ એટીએમમાં હાજર ગાર્ડ ગોવિંદને લુંટારુઓએ ગોળી મારીને હત્યા કરી નાખી.
લોકોએ બાઇકનો નંબર નોંધ્યો
આંખે જોનારાઓના અનુસાર, લોકોએ બાઇકનો નંબર પણ નોંધ્યો છે, જેના આધારે બાઇકની તપાસ ચાલી રહી છે. ઘટનાસ્થળે ફોરેન્સિક નિષ્ણાતો પહોંચી ગયા છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે. લુંટારુંઓએ જે રીતે આ લુંટ ચલાવી છે તેનાથી રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થાને લિને ગંભીર સવાલો પેદા થયા છે. શનિવાર હોવાથી કમલાનગર વિસ્તારમાં બજારમાં પણ ભારે ભીડ હોય છે. આ વર્ષની શરૂઆતમાં સાઉથ દિલ્હીની ડિફેન્સ કોલોનીમાં હથિયારબંધે ધોળા દિવસે ICICI બેન્કની 5 કરોડ રૂપિયાથી ભરેલી એટીએમ વાન લૂંટી હતી. બદમાશોએ ગાર્ડે વિરોધ કરતા તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આગળ જુઓ તસવીરોઃ ઘટનાસ્થળની તપાસ કરતી પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતો: