કિરણ રિજ્જુનો નકવીને પડકાર, "હું બીફ ખાઉં છું, કોણ રોકશે?"

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેં ક્યારેય નથી કહ્યું કે હું ગૌમાંસ આરોગું છું : રિજિજુ
દેશમાં કોઇની ઉપર ભોજનની ટેવ લાદી ના શકાય : રિજિજુ

નવી દિલ્હી:
કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજિજુએ બુધવારે પોતાના તે કથિત નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યુ હતું કે તેઓ ગૌમાંસ ખાય છે. રિજિજુના અનુસાર, મેં ક્યારેય નથી કહ્યું કે હું ગૌમાંસ આરોગું છું. મેં માત્ર એટલું જ કહ્યું હતું કે આપણે સૌએ એક-બીજાની ખાવા-પીવાની ટેવોનું સન્માન કરવું જોઇએ. હકીકતમાં એક ન્યૂઝ ચેનલે રિજિજુ પાસે લઘુમતી બાબતોના કેન્દ્રીય રાજ્યપ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીના નિવેદન સામે પ્રતિક્રિયા માગી હતી.
નકવીએ ગયા શુક્રવારે કહ્યું હતું કે, જો કેટલાક લોકો ગૌમાંસ ખાવા માગતા હોય, તો અહીં (ભારતમાં) તેમને તે નહીં મળે. તેઓ પાકિસ્તાન, કોઇ અન્ય આરબ દેશમાં કે દુનિયાના અન્ય ભાગો જ્યાં તે મળતું હોય ત્યાં જઇને ગૌમાંસ ખઇ શકે છે. આ અંગે રિજિજુએ કહ્યું હતું કે, હું અરુણાચલ પ્રદેશનો છું. ગૌમાંસ આરોગું છું. શું કોઇ મને રોકી શકે છેω જોકે હવે તેમનું કહેવું છું કે, ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. અહીં ખાવા-પીવાની ટેવો કોઇના પર લાદી ના શકાય. આપણે જ્યારે કોઇ હિન્દુઓની બહુમતી ધરાવતા રાજ્યામાં હોઇએ ત્યારે ત્યાંના લોકોની ભાવનાઓનું સન્માન કરીએ. જ્યારે ખ્રિસ્તી કે મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યમાં હોઇએ ત્યારે ત્યાંના લોકોની ભાવનાનું.
ભાજપે અંતર કર્યુ, આદિત્યનાથે કહ્યું કે જનતાની લાગણીઓનું સન્માન કરો

રિજિજુના નિવેદનથી ભાજપે અંતર કરી લીધું છે. પાર્ટી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, જ્યાં સુધી પ્રતિબંધ ( ગૌમાંસ પર )નો સવાલ છે, તો તે દેશની આસ્થા સાથે જોડાયેલો મામલો છે. આપણામાંથી કોઇએ પણ આ મુદ્દાનો રાજકીય જંગ માટે ના કરવો જોઇએ. જ્યારે ભાજપ સાંસદ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, દેશની બહુમતી વસ્તી ગૌહત્યા પર પ્રતિબંધ ચાહે છે. ચાહે મંત્રી હોય કે સંત્રી, તેણે જનતાની લાગણીઓનું સન્માન કરવું જોઇએ.
વિવાદનું કારણ
લઘુમતી બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીના નિવેદન પર રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન કિરણ રિજ્જુની પ્રતિક્રિયા માગવામાં આવી હતી. ત્યારે રિજ્જુએ કહ્યું હતું, "હું બીફ (ગૌમાંસ) ખાઉં છું. હું અરૂણાચલ પ્રદેશમાંથી આવું છું. શું કોઈ મને આમ કરતા રોકી શકે ? તમે કોઈને આમ કરતા રોકી ન શકો. આ એક લોકશાહી દેશ છે. ઘણી વખત એવા નિવેદનો આવતા રહે છે, જેને સારા કહી ન શકાય." રિજ્જુના કહેવા પ્રમાણે, "જો મિઝોરમમાં કોઈ ઈસાઈ એમ કહે કે તે જીસસની ધરતી છે તો તેમાં પંજાબ કે હરિયાણાના લોકોને સમસ્યા ન હોવી જોઈએ. આપણે દરેક સ્થળના લોકોની ભાવાનાઓનું સન્માન કરવું જોઈએ. "

હિન્દુ રાજ્યોનો દાખલો

રિજ્જુના કહેવા પ્રમાણે, " જો મહારાષ્ટ્ર ગુજરાત કે મધ્યપ્રદેશ જેવા હિન્દુ બહુમતીવાળા રાજ્યો તેમની સ્થાનિક ભાવનાઓના આધારે કાયદા બનાવતી હોય તો તેમને હક છે. પરંતુ અમારા વિસ્તારની ભાવનાઓની પણ કાળજી લેવી જોઈએ. અમને પણ અમારી રીતે જીવવાનો હક મળવો જોઈએ. આ દેશમાં અનેક ધર્મો છે અને એકબીજાનું સન્માન કરવું જોઈએ. કોઈ પર અન્યના વિચાર થોપવા યોગ્ય નથી."
શું કહ્યું હતું નક્વીએ ?
મુખ્તાર અબ્બાસ નક્વીએ ગત શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું, "કેટલાક લોકો બીફ ખાવા માટે મરી રહ્યાં છે. તે તેમને અહીં નહીં મળે. પાકિસ્તાન કે જે કોઈ આરબ દેશ કે દુનિયાના અન્ય કોઈપણ ભાગમાં જ્યાં બીફ મળતું હોય ત્યાં જઈને ખાઈ શકે છે. " નક્વીના આ નિવેદનથી કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીએ છેડો ફાડી લીધો હતો. જેટલીએ કહ્યું હતું, આ નક્વીનું વ્યક્તિગત નિવેદન છે. તે સરકાર કે પક્ષની સ્થિતિ નથી.
અન્ય સમાચારો પણ છે...