દર્દીને ર્યુમેટોઇડ આર્થરાઇટિસ છે કે નહીં તે બ્લડ ટેસ્ટથી ખબર પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દર્દીને ર્યુમેટોઇડ આર્થરાઇટિસ છે કે નહીં તે બ્લડ ટેસ્ટથી ખબર પડશે
- ગાંઠનું સૌથી ગંભીર સ્વરૂપ છે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ
- પંજાબ યુનિવર્સિટીના રિસર્ચરે નવું મોડલ તૈયાર કર્યું
- નવો ટેસ્ટ ૧૦૦ ટકા સચોટ પરિણામ આપે છે
આર્થરાઇટિસ એટલે કે ગાંઠની બીમારીના સૌથી ગંભીર રૂપ ‘ર્યુમેટોઇડ આર્થરાઇટઝિ’ની તપાસ હવે આરએફ (ર્યુમેટોયડ ફેકટર) ટેસ્ટ પર નિર્ભર નહીં રહેવું પડે. પંજાબ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમેસ્ટ્રીએ એવું મોડલ તૈયાર કર્યું છે કે જેમાં બ્લડ ટેસ્ટ દ્વારા આ અંગે સો ટકા સચોટ નિદાન મેળવી શકાશે કે કોઇ દર્દીને આ બીમારી છે કે નહીં. પં.યુ.ના પ્રો.અર્ચના ભટનાગર અને પીજીઆઇના ડૉ..અમન શર્માના ગાઇડન્સમાં રિસર્ચર આશિષ અગ્રવાલે આ મોડલ તૈયાર કર્યું છે. તેના માટે બે પેટન્ટ પણ ફાઇલ કરી દેવામાં આવ્યાં છે.
અત્યારે આવી રીતે તપાસ થાય છે

ર્યુમેટોઇડ આર્થરાઇટિસના દર્દીના સાંધામાં દુ:ખાવાની સાથે બળતરા અને સોજા પણ આવે છે. તેની તપાસ માટે ‘આરએફ’ ટેસ્ટ કરવામાં આવે છે.

મને શરૂથી જ ઇમ્યુન સિસ્ટમમાં રસ છે. ર્યુમેટોઇડ આર્થરાઇટિસ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે. અત્યાર સુધી આરએફ ટેસ્ટ પર નિર્ભર કરવી પડે છે, જે નોન સ્પેસિફિક છે.
- આશિષ અગ્રવાલ, રિસર્ચર

આ ટેસ્ટથી બીમારીનું નિદાન તો થશે જ, કમ્પ્યુટર પ્રોગ્રામના એનાલિસિસથી લેવલ પણ ખબર પડશે. તેનાથી દર્દીને દવાનો યોગ્ય નિદાન આપી શકાશે.
- પ્રો. અર્ચના ભટનાગર. ગાઇડ