• Gujarati News
  • Review Petition Against The Judgment Lokayukta By Gujarat Government

રાજ્ય સરકારે લોકાયુક્ત ચુકાદા સામે રિવ્યુ પિટિશન દાખલ કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારે રાજ્યપાલ કમલા બેનીવાલ દ્વારા લોકાયુકતપદે નિવૃત્ત ન્યાયમૂર્તિ આર.એ.મહેતાની નિમણુંકને યોગ્ય ઠેરવતાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાની સમીક્ષા માટે રિવ્યુ પિટિશન કરી છે. નરેન્દ્ર મોદી સરકારને પૂછયા વિના જ લોકાયુક્તની નિમણુંક ગેરકાયદે થઇ હતી એ મુજબની મોદી સરકારની રજુઆતને ફગાવી દેતાં સુપ્રીમ દ્વારા આપવામાં આવેલા ચુકાદાની પુન: સમીક્ષા માટે અપીલ થઇ છે.

બીજી જાન્યુઆરીએ ન્યાયમૂર્તિ બી.એસ ચૌહાણ અને એફ.એમ. ઇબ્રાહીમ ખલિફુલ્લાહની બનેલી બેન્ચે રાજ્યપાલ રાજ્ય સરકારની સલાહ વિના લોકાયુકતની નિમણુંક ના કરી શકે તે મુજબ કરેલી રજુઆતને ફગાવી દેતાં ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના પરામર્શમાં રહીને થયેલી લોકાયુક્તની નિમણુંકને માન્ય રાખી હતી. મહેતાની નિમણુંકના મુદ્દે મોદી અને રાજ્યપાલ વચ્ચે સર્જાયેલા મતભેદોએ રાજ્યમાં બંધારણીય સરજી છે.

ગુજરાતમાં લોકાયુક્ત નિમવા અંગે સુપ્રીમે મુખ્ય ન્યાયમૂર્તિની સર્વોપરિતા માન્ય રાખી છે, જ્યારે કણૉટકના લોકાયુકત મુદ્દે આ જ અદાલતે મુખ્યપ્રધાનની સર્વોપરિતા માન્ય રાખી છે. આ સંજોગોમાં રાજ્ય સરકારે રિવ્યુ પિટિશન દાખલ કરીને ચુકાદા અંગે માર્ગદર્શન માગ્યું છે.
- ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા, કાયદાપ્રધાન, ગુજરાત