• Gujarati News
  • Retired Doctor Teasing Girl While Ear Treatment In Betul Madhya Pradesh

ઇલાજ કરાવવા આવેલ વિદ્યાર્થિનીની છેડતી કરતાં ધોઇ નાખ્યા ડૉક્ટરને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ડૉક્ટરને મારી રહેલ યુવતીનાં પરિવારજનો)

બૈતૂન: રિટાયર્ડ સીએમએચઓ અને ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડૉ. પીકે કુમરાએ તેમના સરકારી નિવાસમાં ચાલતા પ્રાઇવેટ ક્લીનિકમાં એક વિદ્યાર્થિની સાથે છેડતી કરી. વિદ્યાર્થીનીએ જ્યારે ડૉક્ટરની આ હલકી હરકત વિશે તેની સાથે આવેલ માસીને જણાવ્યું તો માસીએ ડૉક્ટરને લડવાનું શરૂ કરી દીધું. ડૉક્ટરના નિવાસસ્થાને માસી અને વિદ્યાર્થીનીએ હોબાળો કરતાં ત્યાં ભીડ ભેગી થઈ ગઈ. ગુસ્સે થયેલ લોકોએ ડૉક્ટરને ખેંચીને બહાર કાડઃયા અને મારવાના શરૂ કરી દીધા. વિદ્યાર્થીનાં પરિવારજનો ડૉક્ટરને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસે ડૉક્ટર વિરૂદ્ધ કેસ નોંધ્યો.
આમલાની રહેવાસી આ વિદ્યાર્થિની બૈતૂલમાં એક કંમ્પ્યૂટર ઇન્સ્ટીટ્યૂટમાં કોચિંગ માટે જાય છે. ગુરૂવારે તે ગર્ગ કોલોનીની રહેવાસી તેની માસી સાથે સાથે સવારે 11 વાગે હોસ્પિટલમાં કાનના ઇલાજ માટે ગઈ હતી. અત્યારે જિલ્લા હોસ્પિટલમાં કોઇ ઈએનટી ડૉક્ટર નથી એટલે યુવતી રિટાયર્ડ ડૉક્ટર પીકે કુમરાના ઘરે તેમના પ્રાઇવેટ ક્લિનિકમાં તપાસ કરવા ગઈ. યુવતીના જણાવ્યા અનુસાર કાન સાફ કરતી વખતે ડૉક્ટરે અશ્લીલ હરકતો કરવાની શરૂ કરી દીધી. યુવતીને ડૉક્ટરની નિયત સમજાતાં જ તેણે તેની માસીને જાણ કરી.
વિદ્યાર્થિની પાસેથી લેવામાં આવ્યું લેખિત નિવેદન:

સિટી પોલીસ સ્ટેશનમાં ટીઆઈ ચૌધરી મદન મોહને બંન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ, મહિલા પોલીસ કર્મીએ વિદ્યાર્થિનીનું લેખિત નિવેદન લીધું.

લાતો અને મુક્કા મારી કરી ધોલાઇ:

વિદ્યાર્થિનીએ હોબાળો કરતાં ડૉક્ટરના ઘરની સામે ભીડ જમા થઈ ગઈ. ડૉક્ટર કુમરાની આ હરકતથી ગુસ્સે થયેલ લોકોએ ડૉક્ટર્ને લાતો અને મુક્કા મારી ધોવાના શરૂ કરી દીધા. લગભગ 20 મિનિટ ચાલેલ આ ઘટનાક્રમ બાદ 22 વર્ષિય છાત્રાનાં પરિવારજનો ડૉક્ટરને ગાડીમાં બેસાડી સિટી પોલીસ સ્ટેશન લઈ ગયા.
ડૉક્ટરે કહ્યું, ચક્કર આવતાં જાતને પડતાં સંભાળી રહ્યો હતો:

કોતવાલીમાં ડૉક્ટર કુમરાએ ટીઆઇ ચૌધરી મદન મોહનને તેમના નિવેદનમાં જણાવ્યું કે, કાન સાફ કરતી વખતે તેને અચાનક ચક્કર આવતાં તે તે પડી ના જાય તે માટે તેણે યુવતીને પકડી હતી અને યુવતીએ તેના પર ખોટો આરોપ મૂક્યો છે.
વિદ્યાર્થિનીએ કહ્યું, ડૉક્ટરને સજા અપાવીશ:

છેડતીનો શિકાર બનેલ કંપ્યૂટર કોચિંગની વિદ્યાર્થિનીએ કહ્યું કે, ગમે તે થઈ જાય, તે સજા અપાવીને જ રહેશે. આ ડૉક્ટર હંમેશાં મહિલાઓના ઇલાક દરમિયાન છેડછાડ કરે જ છે. આ માટે ડૉક્ટર પર કાર્યવાહી કરાવીને જ જંપીશ. મેં ટીવીમાં આવા ઘણા કેસ જોયા છે. યુવતીઓ પર વધી રહેલ અત્યાચારોને જોતાં, ડૉક્ટરને સજા અપાવીને જ રહીશ.

ના મળી ધરપકડની મંજૂરી:

ડૉક્ટર કુમરા વિરૂદ્ધ ફરિયાદ મળતાં જ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે અને આરોપીઈ ધરપકદ માટે કોર્ટની મંજૂરી માંગવામાં આવી છે. પરંતુ કોર્ટે તાજેતરમાં જ થયેલ સંશોધનો આધારે આ બાબતમાં આરોપીને સીધા જ કોર્ટમાં લાવવા કહ્યું છે.
- ચૌધરી મદન મોહન, ટીઆઈ સિટી પોલીસ સ્ટેશન
મામાએ મૂક્યો આરોપ, પહેલાં પણ કરેલ છે છેડતી:

સિટી પોલીસ સ્ટેશનમાં નિવેદન દરમિયાન વિદ્યાર્થિનીના મામાએ ટીઆઈને જણાવ્યું કે, બે દિવસ પહેલાં પણ બે છોકરીઓની આ ડૉક્ટરે કરેલ છેડતીની બાબત જાણવા મળી હતી, પરંતુ બદનામીની બીકથી તેમનાં પરિવારજનોએ ફરિયાદ નહોંતી નોંધાવી.
સીએમએચઓ અને સિવિલ સર્જન રહી ચૂક્યા છે:

છેડતીના આરોપો ડૉક્ટર કુમરા જિલા હોસ્પિટલમાં ઇએનટી સ્પેશિયાલિસ્ટ હોવાની સાથે-સાથે એક વાર સીએમએચઓ અને બે વાર સિવિલ સર્જન પણ બની ચૂક્યા છે. અતયરે તેમનાં પત્ની રશ્મિ કુમરા જિલ્લ હોસ્પિટલમાં બાળ રોગનાં નિષ્ણાત છે. ડૉ. કુમરા 2013મામ જ રિટાયર્ડ થયા છે.

હાથ જોડતી રહી ડૉક્ટર પત્ની:

છેડતીના આરોપી ડૉક્ટર કુમરાની પત્ની રશ્મિ જિલ્લા હોસ્પિટલમાં બાળ રોગની નિષ્ણાત છે. હોબાળો થતાં જ તે હોસ્પિટલમાંથી સરકારી આવાસમાં આવી અને હોબાળાની વચ્ચે જ પરિવારજનો અને ભેગાં થયેલ લોકોને હાથ જોડતી રહી. તેમણે કહ્યું કે આવું કઈંજ નથી. છોકરીને ચક્કર આવતાં, ડૉક્ટર તેને સંભાળી રહ્યા હતા, જ્યારે ઘટના સમતે તેઓ ત્યાં હાજર જ નહોંતાં.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ડૉક્ટરની ધોલાઇની વધુ તસવીરો....