• Gujarati News
  • Retired Defense Officers Will Get Job In Corporate Sectors

નિવૃત્ત લશ્કરી અધિકારીઓને ર્કોપોરેટ સેક્ટરમાં નોકરી મળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લશ્કરમાંથી નાની ઉંમરે નિવૃત્ત થતા અધિકારીઓને ઝડપથી ર્કોપોરેટ ક્ષેત્રમાં ઊંચા હોદ્દા ઉપર નોકરીએ રાખવામાં આવશે. સેના અધ્યક્ષ વિક્રમ સિંહે અંગે તમામ આર્મી કમાન્ડર્સને પોતપોતાનાં ક્ષેત્રોના તમામ કંપનીઓ સાથે જોડાણ કરવા માટે જણાવ્યું છે.

લશ્કરનું માળખું જ એ પ્રકારનું છે કે પ્રતિભા હોવા છતાં પણ ખૂબ જ ઓછા લોકો ટોચના હોદ્દા સુધી પહોંચી શકે છે. પરિણામે દર વર્ષે લગભગ ૧૨૦૦ અધિકારીઓ અને પ૦ હજાર જવાનો લશ્કરમાંથી નિવૃત્ત થઈ જાય છે. મોટાભાગના અધિકારીઓ પ૦ વર્ષની આસપાસ અને મોટાભાગના જવાનો ૩પથી ૪૦ વર્ષે નિવૃત્ત થઈ જાય છે. લશ્કરના સૂત્રોએ જણાવ્યું હતું કે છત્તીસગઢ સરકાર નેશનલ હાઇવે ઓથોરિટી અને ખાનગી ક્ષેત્રમાં બજાજ જેવી કંપનીઓ સાથે સમજૂતી કરવા માટે વાટાઘાટો કરી રહી છે. હાલમાં લશ્કર આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઈઝેશન ચલાવે છે. જેમાં ર્કોપોરેટ સેક્ટરની જાણકારી રહેલી હોય છે.

કવાયતનું કારણ

એમ માનવામાં આવે છે કે લશ્કરમાં નાની ઉંમરે નિવૃત્તિ મળી જતી હોવાને કારણે લોકોનો તેના પ્રત્યે ઉત્સાહ ઘટી રહ્યો છે. ઘણા લોકોને પેન્શન મળતું હોવા છતાં ઘેર બેસી રહેવું નથી ગમતું. તેની સાથેસાથે સૈન્યમાં નવા જોડાયેલા લોકોનું મનોબળ ઊંચું રાખવા માટે લશ્કરના વડાએ આ પહેલ કરી છે.