તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

JEE રિઝલ્ટ: ટોપર બન્યો પંચકુલાનો સર્વેશ, ટોપ 100માં કોટાના 30 સ્ટૂડન્ટ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયપુર: દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા IITમાં પ્રવેશ માટે યોજાયેલી જેઈઈ એડવાન્સ્ડના પરિણામ રવિવારે જાહેર થઇ ગયા છે. પંચકુલા (હરિયાણા)નો સર્વેશ મેહતાનીએ ટોપ કર્યુ છે. પુણેનો આકાસ ચુગ બીજા અને દિલ્હીનો અનન્ય અગ્રવાલ ત્રીજા સ્થાને છે. આ વખતે જેઈઈ એડવાન્સ્ડમાં બેસેલા તમામ વિદ્યાર્થીઓને 18 ગુણ બોનસ મળ્યા છે.  નિષ્ણાતો મત અનુસાર તેનાથી રેન્કિંગમાં મોટો ફેરબદલ થયો છે. પરીક્ષા લેનાર આઈઆઈટી મદ્રાસે આ વ ખતે કટ ઑફ જણાવ્યા વિના જ પરિણામ પ્રસિદ્ધ કર્યુ છે. આ પહેલો પ્રસંગ છે, જ્યારે જેઈઈ-એડવાન્સ્ડનું પરિણામ પારદર્શકતા દાખવ્યા વિના જ પ્રસિદ્ધ થયું છે. 

નિષ્ણાતોનું માનવું છે કે બોનસ ગુણને કારણે જ કટ ઑફ જાહેર થયા નથી. જોકે, એક્ઝામ બ્રોશરમાં રેન્ક લિસ્ટ માટે જનરલ કેટેગરીના 35 ટકા ક્વોલિફાઇિંગ કટઑફ છે. પણ સામાન્ય રીતે તેને ઘટાડીને જ રિઝલ્ટ પ્રસિદ્ધ થાય છે. હવે એડમિશન કટઑફ તેનાથી અલગ હોઇ શકે છે.
 
આઈઆઈટીમાં એન્ટ્રસ માટે આયોજિત કરવામાં આવેલી JEE એડ્વાન્સ 2017ના પરિણામ રવિવારે જાહેર થઈ ગયા છે. પંચકુલાના સર્વેશ મહેતાનીએ આ એક્ઝામમાં ટોપ કર્યું છે. 21મેના રોજ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) મદ્રાસ દ્વારા એક્ઝામ કરાવવામાં આવી હતી. 
 
 
ટોપ 100માં 30 સ્ટૂડન્ટ્સ કોટાના

- આ વર્ષે JEE એડ્વાન્સની ટોપ 100માં 30 સ્ટૂડન્ટ્સ કોટાના છે.
-JEEમાં કોટાના સૂરજે પાંચમો અને સૌરભ યાદવે છઠ્ઠો રેન્ક મેળવ્યો છે.
- દિલ્હીના અન્યયને ઓલ ઈન્ડિયામાં ત્રીજો રેન્ક મેળવ્યો છે.
- ઉદેપુરના કલ્પિત વીરવાલે મેન્સમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. તેમનો ઓલ ઈન્ડિયા લિસ્ટમાં 109મો ક્રમ છે. કલ્પિતે એસસીમાં ટોપ કર્યું છે.
- જયપુરના અમન કંસલે ઓલ ઈન્ડિયા મેન્સમાં 15મો ક્રમ મેળવ્યો છે.
 
મેન્સમાં 360/360 મેળવનાર કલ્પિત ટૉપ-100 બહાર:

જેઈઈ મેન્સમાં 360માંથી 360 મેળવનાર કલ્પિત વીરવાર એડવાન્સ્ડમાં ટૉપ-100ની બહાર થઇ ગયો છે. 109 રેન્ક વાળા કલ્પિતે જોકે એસસી કેટેગરીમાં આખા દેશમાં ટૉપ કર્યુ છે.
 
ટૉપ-10માં કોઇ છોકરી નહીં:
આ વખતે પણ ટૉપ-10માં કોઇ છોકરી નથી. જોકે, ટૉપ-50માં પશ્ચિમ બંગાળના દુર્ગાપુરની ઇરિલ ઘોષ 45માં સ્થાને છે. તે છોકરીઓની કેટેગરીમાં ટૉપર છે.

રિઝલ્ટ એક નજરે:
એક્ઝામ આપી: 1,59,540
ક્વોલિફાઇ- 50,455
31.62 ટકા વિદ્યાર્થી ક્વોલિફાઇ

ક્વોલિફાઇ ટકાવારી

વિદ્યાર્થી- 43,318 - 86 ટકા
વિદ્યાર્થીની- 7,137 - 14 ટકા
કેટેગરી ક્વોલિફાઇ ટકાવારી
જનરલ- 23,390 - 46.35 ટકા
ઓબીસી- એનસીએલ - 9,043 - 17.92 ટક
એસસી - 13,312 - 26.38 ટકા
એસટી - 4,710 - 9.33 ટકા
 
આગળ વાંચો, આ રીતે બોનસ ગુણ અપાયા

 
અન્ય સમાચારો પણ છે...