તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Rescue Mission Complete 170 Villages In Uttarakhand Emergency Meals

ઉત્તરાખંડમાં બચાવ અભિયાન પૂર્ણ ૧૭૦ ગામોમાં હવે ભોજનનું સંકટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બદ્રીનાથમાંથી છેલ્લા ૧૫૦ લોકોને પણ બહાર કઢાયા, લાપતા લોકોનો આંકડો આશરે ૧૧ હજાર : સંયુક્ત રાષ્ટ્ર

ઉત્તરાખંડમાં બચાવ કામગીરી પૂરી થઇ ગઇ છે. મંગળવારે બદ્રીનાથમાંથી છેલ્લા ૧૫૦ લોકોને પણ સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. સ્થાનિક લોકોને રાહત પહોંચાડવાનો હવે મોટો પડકાર છે. પૂરગ્રસ્ત ૧૭૦ ગામમાં ખાવા-પીવાની વસ્તુઓ પણ ઉપલબ્ધ થઇ રહી નથી. આ વિસ્તારોમાં સડકો સંપૂર્ણ રીતે તૂટી ગઇ છે.

દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રે ઉત્તરાખંડમાં લાપતા લોકોની સંખ્યા આશરે ૧૧ હજાર હોવાનું જણાવ્યું છે. જ્યારે ઉત્તરાખંડ સરકારે લગભગ ત્રણ હજાર લોકો જ લાપતા હોવાનો દાવો કર્યો છે. બદ્રીનાથ ધામમાંથી બધા શ્રદ્ધાળુઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે.

આગળ વાંચો : ઇસરોએ ૧૬ કલાક પહેલાં આભ ફાટવાની સૂચના આપી દીધી હતી, ઉત્તર પ્રદેશમાં પણ પૂરની સ્થિતિ