તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચ રાજ્યોના નવા MLAsમાં 28% પર ક્રિમિનલ કેસ, UPના 80% કરોડપતિ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં તાજેતરમાં જ ચૂંટીઇને આવેલા કુલ 689 ધારાસભ્યોમાંથી 28% પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. ઉત્તરપ્રદેશના 80% અને ગોવાના 100% ધારાસભ્યો કરોડપતિ છે. પાંચ રાજ્યોમાં 8 ધારાસભ્યો એવા છે, જેમની સંપત્તિઓમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો થયો છે. એડીઆર (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ) એ હાલમાં આપેલા રિપોર્ટ મુજબ આ જાણકારી આપવામાં આવી છે.
 
સૌથી વધુ કેસ મુખ્તાર અન્સારી પર
 
- ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 16 કેસ મઉ સીટથી બીએસપીના ધારાસભ્ય મુખ્તાર અન્સારી પર નોંધાયેલા છે. તેના પર 24 સેક્શન્સમાં કેસ નોંધવામાં આવ્યા છે.
- બીજા નંબરે ભદોહીથી ચૂંટાયેલા વિજયકુમાર છે. તેના પર 22 સેક્શન્સમાં 16 કેસ નોંધાયેલા છે.
- હાપુડની ઢોલાના સીટ પરથી બીએસપી ધારાસભ્ય અસલમ અલી 20 સેક્શન્સમાં 10 કેસ સાથે ત્રીજા નંબર પર છે.
- સંપત્તિની વાત કરીએ તો પાંચ ધારાસભ્યો એવા છે જેમની કુલ સંપત્તિ 5 વર્ષમાં બમણાથી પણ વધુ વધી છે.
- સૌથી વધુ સંપત્તિ 169 કરોડ રૂપિયા પંજાબની કપૂરથલા સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય રાણા ગુરજીત સિંઘની છે.
- 689માંથી 119 એટલે કે 28% ધારાસભ્ય એવા પણ છે જે ફક્ત 5મા થી લઇને 12મા ધોરણ સુધી જ ભણ્યા છે.
 
લગભગ 28% MLA પર ક્રિમિનલ કેસ
 
- પાંચ રાજ્યોમાં ચૂંટાયેલા 689 ધારાસભ્યોમાંથી 192 એટલે કે 27.86% પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. તેમાંથી 140 એટલે કે 20% પર ગંભીર ક્રિમિનલ કેસ છે. 
 
રાજ્ય
કુલ સીટ
કેટલા MLA પર ક્રિમિનલ કેસ
%
UP
403
143
36%
પંજાબ
117
16
14%
ઉત્તરાખંડ
70
22
31%
મણિપુર
60
02
3%
ગોવા
40
09
23%
 
8 MLA ની સંપત્તિ 5 વર્ષમાં થઇ બમણાથી પણ વધુ
 
S.No.
MLAs પાર્ટી
સીટ
2017માં સંપત્તિ
2012માં  સંપત્તિ
વધારો  % માં
1.
શાહઆલમ, બીએસપી
મુબારકપુર, યુપી
118.76 કરોડ
54.44 કરોડ
118%
2.
રાણા ગુરજીતસિંહ, કોંગ્રેસ
કપૂરથલા, પંજાબ
169.89 કરોડ
68.48 કરોડ
148%
3.
સુંદર શામ અરોરા, કોંગ્રેસ
હોશિયારપુર, પંજાબ
44.60 કરોડ
21.77 કરોડ
105%
4.
વિક્રમ સિંહ, SAD
મજીઠા, પંજાબ
25.22 કરોડ
11.21 કરોડ
125%
5.
પ્રીતમ સિંહ, કોંગ્રેસ
 
ચકરાતા, ઉત્તરાખંડ
8.10 કરોડ
27.83 કરોડ
191%
6.
નામરાકપમ લોકેન સિંહ, કોંગ્રેસ
નામબોલ, મણિપુર
3.49 કરોડ
157.15 કરોડ
122%
7.
માઇકલ વિન્સેન્ટ લોબો, બીજેપી
કાલંગુટ, ગોવા
54.59 કરોડ
20.69 કરોડ
164%
8.
પાંડુરંગ અર્જુન, બીજેપી
કંબાર્જુઓ, ગોવા
32.18 કરોડ
12.37 કરોડ
160%
 
78% MLA કરોડપતિ
 
રાજ્ય
કુલ ધારાસભ્યો
કરોડપતિ
%
UP
402
322
80%
પંજાબ
117
95
81%
ઉત્તરાખંડ
70
51
73%
મણિપુર
60
32
53%
ગોવા
40
40
100%
 
પાંચ રાજ્યોમાં સૌથી વધુ સંપત્તિ આમની પાસે 
 
ધારાસભ્ય, પાર્ટી
રાજ્ય
સંપત્તિ
શાહઆલમ, બીએસપી
UP
118 કરોડ
રાણા ગુરજીત સિં, કોંગ્રેસ
પંજાબ
169 કરોડ
સતપાલ મહારાજ, બીજેપી
ઉત્તરાખંડ
80 કરોડ
અલ્ફ્રેડ કન્નગમ, કોંગ્રેસ
મણિપુર
36 કરોડ
માઇકલ વિન્સેન્ટ લોબો, બીજેપી
ગોવા
54 કરોડ
 
193 MLAs 5th થી 12th સુધી ભણેલા,21 MLAs એ કર્યું ડોક્ટરેટ
 
એજ્યુકેશન ગ્રુપ
MLAs
અભણ
3
ભણેલા
3
5th પાસ
2
8th પાસ
32
10th પાસ
72
12th પાસ
87
ગ્રેજ્યુએટ
183
ગ્રેજ્યુએટ પ્રોફેશનલ
105
પોસ્ટ ગ્રેજ્યુએટ
164
ડોક્ટરેટ
21
અધર્સ
16
નથી જણાવ્યું
1
કુલ
689
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો