તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રખ્યાત સાહિત્યકારો પર રાખવામાં આવશે ટ્રેનના નામ, સુરેશ પ્રભુએ આપ્યો આઈડિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ટ્રેનની મુસાફરીમાં ખાસ લાગણી જોડવાના હેતુથી રેલવે વિભાગ દ્વારા કઈક નવો ફેરફાર કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેઓ ટ્રેનના નામ પ્રખ્યાત સાહિત્યકારોના નામે રાખવાની એક પ્રપોઝલ પર વિચાર કરી રહ્યા છે. તેમાં માત્ર લેખકોને નહીં પરંતુ તેઓ જે વિસ્તારના છે તેને પણ મહત્વ આપવામાં આવશે. રેલવે વિભાગના જણાવ્યા પ્રમાણે આ આઈડિયા સુરેશ પ્રભુનો છે. 
 
મહાશ્વેતા દેવી અને રામધારી સિંહ દિનકર હોઈ શકે છે ટ્રેનના નામ

- એક રેલવેના સીનિયર અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ટૂંક સમયમાં જ વેસ્ટ બંગાળ જતા લોકો મહાશ્વેતા દેવી નામની ટ્રેન અને બિહાર જતા લોકો રામધારી સિંહ દિનકર ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
- તેમણે જણાવ્યું છે કે, સમગ્ર દેશના રેલવે ઝોનમાં ટ્રેનના નામ બદલવા માટે રેલવે મિનિસ્ટ્રી એવોર્ડ જીતનાર સાહિત્યકારોના નામ ભેગા કરી રહી છે.
- ઓફિસરે કહ્યું કે, આ વિચાર રેલવે મંત્રી સુરેશ પ્રભુનો છે. તેમનું કહેવું છે કે, રેલવે દેશમાં સેક્યુલર એકજૂથતાનું પ્રતિક છે. આ સંજોગોમાં ટ્રેન અલગ-અલગ સંસ્કૃતિને દર્શાવે છે. આ સંજોગોમાં આપણે અલગ અલગ ભાષાઓથી આવતા લેખકોના નામ પર ટ્રેનોના નામ કરવામાં આવશે.
 
કામ શરૂ થઈ ગયું છે

- તેમણે જણાવ્યું કે, ઓફિસરો ડેટાબેઝનું કામ કરી રહ્યા છે. સાહિત્ય એકેડમી એવોર્ડ જીતનાર લોકોના નામ ભેગા કરવાની સાથે જ આ કામની શરૂઆત કરી દેવામાં આવી છે.
- ઓફિસરનું કહેવું છે કે, સુરેશ પ્રભુનું માનવું છે કે, ભારતની ક્ષેત્રીય મહત્વકાંક્ષા અને ક્ષેત્રીય માન્યતાઓ છે. જે ઘણી રસપ્રદ છે. આ તે ઉપબ્લધિઓને યાદ કરવા માટેની એક અનોખી રીત છે. તે ઉપરાંત નવી પેઢી માટે પણ આ એક સારો રિકોલ છે.
 
પહેલાં પણ બદલવામાં આવ્યા છે ટ્રેન અને સ્ટેશનોના નામ

- 2014માં કેન્દ્રમાં બીજેપીની આગેવાની વાળી એનડીએની સરકાર બન્યા પછી દેશમાં ઘણી ટ્રેનો, સ્ટેશન, રેલ સર્કિટ અને સ્કીમ્સના નામ બદલવામાં આવ્યા છે.
- હિન્દુ મહાસભાના પ્રેસિડન્ટ રહેલા મદમ મોહન માલવીયના પેન નેમ 'મહામના' નામથી એક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
- ભારતીય જનસંઘના વિચારક દીન દયાલ ઉપાધ્યાયના નામથી દીનદયાલ એક્સપ્રેસ પણ નામ આપવામાં આવ્યું છે. ઈન્ડિયન રેલવેએ તેમના નામથી જ દિન દયાળુ કોચ પણ બનાવ્યો છે.
- આ જ રીતે દાદર-સાવંતવાડી એક્સપ્રેસનું નામ થોડા સમય પહેલાં જ બદલીને તુતારી કરવામાં આવ્યું છે. તે મરાઠી કવિ કૃષ્ણજી કેશવ દામલેની કવિતા 'તુતારી'ના નામ પરથી કરવામાં આવ્યું છે. મુંશી પ્રેમચંદના ઉપન્યાસ ગોદાનના નામથી પણ એક ગોદાન એક્સપ્રેસ પહેલેથી જ ચલાવવામાં આવી રહી છે. 
- આ જ પ્રમાણે કૈફી આઝમીના હોમટાઉન આઝમગઢ જતી એક ટ્રેનનું નામ કેફિયત એક્સપ્રેસ છે.
 
અન્ય સમાચારો પણ છે...