સેક્સ રેકેટ ચલાવતી હતી આ યુવતી, હવે બોલી- મારા પર થયો રેપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંચી (ઝારખંડ) : સેક્સ રેકેટ ચલાવવા મામલે ઘણીવાર જેલ ગયેલી યુવતીએ હવે તેની સાથે રેપ થયો હોવાનો આરોપ લગાવ્યો છે. રીના અધિકારી નામની આ યુવતીએ રાંચીના સિનિયર એસપી પાસે ન્યાય અપાવવા ફરિયાદ કરી છે. રીનાએ પોતાના પતિ અને તેના મિત્ર અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું કે, તેના પતિ અને તેમના મિત્રએ મળીને તેના પર ઘણીવાર રેપ કર્યો છે.
એસએસપીને કરેલી ફરિયાદમાં લગાવ્યો આ આરોપ..

- રીનાએ એસએસપી કુલદીપને આવેદન આપી જણાવ્યું કે, પહેલા તેના પતિ સુજીત અધિકારીએ અને પછી તેમના મિત્ર બાલ કિશુન મહતોએ તેની સાથે છેતરપિંડી કરી હતી.
- પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચમાં પહેલા 3 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું.
- બાલ કિશુને શારીરિક શોષણ કરવાની સાથે તેની પાસેથી હોટલ ખોલવાના બહાને 25 લાખ પડાવી લીધા હતા.
- આ ઉપરાંત ગુંડાઓને મોકલી બાલ કિશુને હત્યાની ધમકી પણ આપી હતી.
દિલ્હીમાં નોકરી સમયે થયો હતો પ્રેમ....

- રીનાએ જણાવ્યું કે, નોકરી સમયે તેને સુજીત અધિકારી સાથે પ્રેમ થતા બંનેએ 27 જૂન 2011ના લગ્ન કર્યા હતા.
- લગ્ન પછી રાંચીમાં બંને ભાડાના મકાનમાં રહેતા. પતિના કહેવા પર તેને ગામની જમીન વેચી દીધી. તે પછી બુડગાઈ બસ્તીમાં જમીન ખરીદી ઘર બનાવડાવ્યું અને પછી ત્યાં જ રહેવા લાગી હતી.
- સુજીતનો મિત્ર બાલ કિશુન મહતો તેમના ત્યાં આવતો રહેતો હતો. રીનાની સાસુ તેને પસંદ નહોતા કરતા તેથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા.
- 3 જાન્યુઆરી 2013ના રોજ પતિ સુજીતે હત્યાના ઈરાદે ગળા પર હુમલો કર્યો હતો, જોકે સારવાર દરમિયાન તે બચી ગઈ હતી.
- સુજીતે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા. પતિથી અલગ થવા પર કિશુન મહતો તેનો સહારો બન્યો અને તેણે લગ્નની લાલચ આપી રીનાનું શારીરિક શોષણ શરુ કરી દીધું.
(આગળની સ્લાઈડ્સમાં વાંચો પતિ રીનાને આપતો હતો બદનામ કરવાની ધમકી.)
અન્ય સમાચારો પણ છે...