• Gujarati News
  • FCI's Reconstructions, Crop Subsidy In Farmers Account

એફસીઆઈનું પુનર્ગઠન: ખેડૂતોના ખાતામાં અનાજ સબસીડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઇ)ના પુનર્ગઠન હેઠળ સરકાર અનાજ ખરીદવા મામલે પોતાના હાથ અધ્ધર કરી શકે છે. અનાજનું લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી) અને ખાતર પર મળતી સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઇ શકે છે. આ મામલે એફસીઆઇના પુનર્ગઠન માટે બનેલી ઉચ્ચ સ્તરીય સમિતિના મોટા ભાગના સભ્ય સંમત છે. તેને સ્વચ્છતા અભિયાન સાથે જોડવા માટે શરતી પણ બનાવવામાં આવી શકે છે, અર્થાત કેશ ટ્રાન્સફર તે જ ખેડૂતોનું થશે જેના ઘરમાં ટોયલેટ છે.

સમિતિના અધ્યક્ષ શાંતાકુમારે સોમવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે સમિતિ પોતાનો રિપોર્ટ જાન્યુઆરી સુધીમાં તૈયાર કરી લેશે. અનેક સૂચનો આવ્યાં છે તે તમામ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. સમિતિ એ વાત ઉપર ધ્યાન રાખી રહી છે કે કેવી રીતે તમામ લોકોને ફૂડ સિક્યુરિટીના ક્ષેત્રમાં લાવવામાં આવે અને કેવી રીતે ખેડૂતોના હિત સર્વોપરી રહે. અનાજની ખરીદ, તેમને સાચવણી, ટ્રાન્સપોર્ટેશન અને વહેચણી મામલે અનેક પડકારો છે. સમિતિ તમામ પાસાઓ પર વિચાર કરીને રિપોર્ટ તૈયાર કરી રહી છે.

PDS લાભાર્થીને પણ ટ્રાન્સફર

અનેક રાજ્ય એક અથવા બે રૂપિયા કિલો ઘઉં-ચોખા વેચી રહ્યું છે. આ રાજ્ય સરકારો એક રૂપિયા મૂલ્યનું અનાજ ખેડૂતો પાસેથી ખરીદીને પીડીએસ લાભાર્થીઓ સુધી પહોંચાડવા 65 પૈસાનો ખર્ચ કરે છે. આ પીડીએસ લાભાર્થીઓને સબસિડીની રકમ ખાતામાં આપી શકાય છે. અને તે માર્કેટમાંથી જ અનાજ ખરીદી શકે છે.

કેશ ટ્રાન્સફર

શાંતાકુમારે જણાવ્યું કે એફસીઆઇ અનાજની ખરીદી મામલે પોતાના હાથ અધ્ધર કરી શકે છે. ખેડૂતોની સબસિડી સીધી બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાશે. અનાજની ખરીદીનું કામ માર્કેટ (ખાનગી) પેઢીઓના હાથમાં આપી શકાય છે.