• Gujarati News
  • Rebel Congress Leader Birender Singh Formally Joins BJP, Amit Shah Attacks Congress

હરિયાણા: અમિત શાહે કહ્યું, 'કોંગ્રેસને ઉમેદવાર શોધવા આપવી પડશે જાહેરાત'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: રેલીને સંબોધિત કરી રહેલ બીજેપી અધ્યક્ષ અમિત શાહ)

જીંદ: કોંગ્રેસના બળવાખોર નેતા ચૌધરી બીરેન્દ્ર સિંહ શનિવારે ઔપચારિક રીતે ભાજપામાં જોડાયા હતા. આ સમયે ભાજપા અધ્યક્ષ અમિત શાહ પણ ત્યાં હાજર હતા. અમિત શાહે અહીં સભાને સંબોધિત કરતાં જણાવ્યું કે, બહુ જલદી એવો સમય આવશે કે, કોંગ્રેસને ઉમેદવાર શોધવા પણ અખબારમાં જાહેરાત આપવી પડશે.

શું કહ્યું અમિત શાહે:

બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, 'બીરેન્દ્ર સિંહજી, બીજેપી તમારી સાથે ટ્રેજેડી નહીં થવા દે, કે કોમેડી પણ નહીં થવા દે. મને આશા છે કે, જે પણ લોકો બહારથી બીજેપીમાં આવે છે, તે બધા જ દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. 'વધુમાં ઉમેરતાં શાહે કહ્યું કે કોંગ્રેસની હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે, વિપક્ષ પદ માટે પણ લડવું પડી રહ્યું છે. અત્યારની કોંગ્રેસની હાલત જોતાં બહુ જલદી એવો સમય આવશે, જ્યારે કોંગ્રેસને ઉમેદ્દવાર માટે પણા અખબારમાં જાહેરાત આપવી પડશે.
કોંગ્રેસની હાલત બહુ ખરાબ:

હરિયાણામાં થનાર વિધાન સભા ચૂંટણીને ધ્યાનમાં રાખી બીરેન્દ્ર સિંહ ભાજપામાં ભળી જતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા ચાર દાયકાથી બીરેન્દ્ર સિંહ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. રાજ્યસભાના સાંસદ બીરેન્દ્ર સિંહે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની જાહેરમાં નિંદા પણ કરી છે. કોંગ્રેસમાંથી હકાલપટ્ટીનાં બે જ દિવસમાં તે ભાજપામાં ભળી ગયા.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, સભાની વધુ તસવીરો....