તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં 24 લાખ પટેલ કરોડપતિ, હરિયાણામાં 55 ટકા જમીન જાટોની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ/પાણીપત: અન્ય પછાત વર્ગ, ઓબીસી દરજ્જામાં અનામતની માગણી અંગે દેશમાં હિંસાનો દોર ચાલી રહ્યો છે. ગત પખવાડિયે જાટ અનામતની માગણીની આગમાં હરિયાણામાં ફાટી નીકળેલી હિંસાએ 20થી વધુ લોકોનો જીવ લીધો છે અને કરોડો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે. અગાઉ, ગયા વર્ષે જુલાઇ-ઓગસ્ટમાં ગુજરાતમાં પટેલ અનામતની માગણી અંગે હિંસા ફાટી નીકળી હતી.

- લાંબા સમયથી અનામતની માગણી કરી રહેલી બે જાતિઓની વાસ્તવિક ચકાસણી

હાર્દિક પટેલની ધરપકડ પછી અમદાવાદમાં ઓચિંતા હિંસા ફાટી નીકળી હતી. જોત-જોતામાં જ રાજ્યના અન્ય ભાગોમાં પણ હિંસા ફેલાઇ ગઇ હતી. ક્યાંક બસોને આગ ચાપવામાં આવી હતી તો ક્યાંક પોલીસ મથકો અને ચોકીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા પરંતુ અનામતની માગણી કરી રહેલા આ બંને સમુદાયોની વાસ્તવિક સ્થિતિ શું છે.

આર્થિક, સામાજિક, રાજકીય રીતે આ જાતિ કેટલી સક્ષમ છે એ જાણવા માટે ભાસ્કરે તેમના વિશે વિસ્તૃત માહિતી એકત્રિત કરી તો જાણવા મળ્યું કે બંને જ જાતિઓ બહુ મજબૂત સ્થિતિમાં છે. દેશમાં જોટોની સંખ્યા આશરે આઠ કરોડ છે. જ્યારે ગુજરાતમાં જ પટેલ 1.2 કરોડ છે.

જાટોની ઉપસ્થિતિ હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતમાં છે. હરિયાણામાં અત્યાર સુધી બનેલા 10 મુખ્યપ્રધાનોમાંથી કહેવા ખાતર 5 જાટ સિવાયના રહ્યા છે પરંતુ અત્યાર સુધી માત્ર ભજનલાલ જ કાર્યકાળ પુરો કરી શક્યા છે. ભગવત દયાલ શર્મા, રાવ વીરેન્દ્રસિંહ, બનારસી દાસ ગુપ્તા બહુ ઓછા દિવસો માટે ખુરશી પર રહ્યા હતા. બીજીબાજુ, 1960માં ગુજરાતની રચના થયાથી અત્યાર સુધી કુલ 15 મુખ્યપ્રધાન થયા છે. તેમનામાં પાંચ પાટીદાર રહ્યા છે. આનંદીબેન પટેલ પણ પાટીદાર છે. ગુજરાતમાં પણ પાટીદારોની સરકારમાં ઉપસ્થિતિ તો દમદાર છે જ અને ઉદ્યોગ તેમ જ વેપારમાં પણ તેમનો દબદબો છે. રાજ્યમાં 15થી 20 ટકા એટલે કે 24 લાખ પાટીદાર કરોડપતિ છે. 10 કરોડ રૂપિયાથી વધુ મૂડીરોકાણ કરનારા કુલ 6,146 ઉદ્યોગોમાંથી 1700થી વધુ ઉદ્યોગ પાટીદારોની માલિકીના છે.

ગુજરાતમાં પાટીદાર

ગુજરાતની કુલ વસ્તી 6.20 કરોડ છે. તેમાં પાટીદારોની વ સ્તી 1.20 કરોડ

ગુજરાતમાં પટેલોની સ્થિતિ પહેલા થી જ સારી રહી છે. વિધાનસભામાં 182 સભ્યો છે. તેમાં 43 પાટીદારો છે. તેમાં 35 ભાજપ અને આઠ કોંગ્રેસના છે. મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પણ પાટીદાર સમાજના છે. રાજ્ય પ્રધાનમંડળમાં કુલ સાત પાટીદાર છે. તેમાં બે કેબિનેટ અને પાંચ રાજ્ય કક્ષાના પ્રદાન છે. છ પાટીદાર સાંસદો પણ છે. એક કેન્દ્રીય પ્રધાન છે.

રાજ્યના કુલ તબીબોમાં આઠ ટકા પાટીદાર છે. ઉચ્ચ શિક્ષમ કોલેજોમાં કુલ 5000 પ્રોફેસર પાટીદાર છે. તે કુલના 8.33 ટકા છે. પ્રાથમિક સ્કૂલોમાં 1.25 લાખ કુલ શિક્ષકોમાં લગભગ 15 હજાર પાટીદાર છે. તે લગભગ 12 ટકા છે.

2015ની આઈએએસ બેચમાં ગુજરાત કેડરથી નવ નિમણૂક થઇ હતી, તેમાં ત્રણ પાટીદાર છે. ગુજરાત સરકારમાં 2014માં આઈએએસ તરીકે નિયૂક્ત અધિકારીઓમાં 17 પાટીદાર. તે ઉપરાંત ગુજરાત કેડરમાં આઠ ટકા પાટીદાર છે. જ્યારે સચિવાલયમાં રાજ્ય કેડરના સચિવ અને સંયુક્ત સચિવ અધિકારી કુલ 74 છે.

ડેરી ઉદ્યોગમાં 80 ટકા પાટીદાર છે. કપાસનો 70 ટકા પાક પાટીદારોનો હોય છે અને મગફળીનો 70 થી 75 ટકા પાક પાટીદારોનો છે.

નોકરિયાત પાટીદારોની સંખ્યા બે થી ત્રણ ટકા છે. ગુજરાત યુનિવર્સિટીના સામાજિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ ગૌરાંગ જાનીના અનુસાર ખેતીમાં જમીનના નાના-નાના ટુકડામાં ‌વિભાજીત થવાને કારણે, વિદેશોમાં વસેલા પાટીદારોના ફંડથી શિક્ષણમાં વધતા પાટીદારો વિગત 10 વર્ષમાં સ્વતંત્ર વ્યવસાય કરી રહ્યા છે.

5 મુખ્યપ્રધાન પટેલ રહ્યા છે ગુજરાતમાં

1960માં ગુજરાત અલગ રાજ્ય બન્યાથી અત્યાર સુધી કુલ 15 મુખ્યપ્રધાન થયા છે. તેમનામાં 5 પાટીદાર રહ્યા છે. વર્તમાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ પાટીદાર છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો, હરિયાણામાં જાટ
અન્ય સમાચારો પણ છે...