તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Funny રિએક્શન: સોશિયલ મીડિયામાં આ રીતે ઉડી નેતાઓની મજાક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: પાર્લામેન્ટ સેશનના ત્રીજા દિવસે સુરેશ પ્રભુએ રેલ બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન સંસદની કાર્યવાહીને લઈને સોશિયલ મીડિયામાં છેલ્લાં બે દિવસથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ગુરુવારે પણ ટ્વિટર પર #BJPSchoolOfDrama ટ્રેન્ડ કરી રહ્યું હતું. યુઝર્સે બીજેપી ગર્વમેન્ટ અને નેતાઓને નિશાન બનાવ્યા હતા. કેવી રીતે બનાવ્યા નિશાન, શુ આવ્યા રિએક્શન....
વિપક્ષ પણ યુઝર્સના નિશાના પર

- સોશિયલ મીડિયા યુઝર્સના નિશાન પર કોંગ્રેસ, આપ અને લેફ્ટની અન્ય પાર્ટીઓનો પણ સમાવેશ થયો છે.
- યુઝર્સે #bigishratsecret પર મસ્ત પીક શેર કરીને નેતાઓની મજાક ઉડાવી છે.
- જેએનયુના વિવાદિત નારા સાથે, તુમ કિતને અફઝલ મારોગે, હર ઘરમે અફઝલ પેદા હોગા'ની લાઈન સાથે પણ એક ફોટો શેર કરવામાં આવ્યો છે.
- મોર્ફડ ફોટોમાં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, સીતારામ યેચુરી અને જેએનયુના પ્રેસિડન્ટ કન્હૈયા અફઝલના ખોળામાં બતાવવામાં આવ્યો છે.
પીએમની વિદેશ મુલાકાત વિશે પણ ફની રિએક્શન

- એક ફની રિએક્શનમાં સ્મૃતિ તરફથી કહેવામાં આવ્યું છે કે, ખબરદાર જો કોઈએ ડિગ્રી વિશે પૂછ્યું છે તો, કાપી નાખીશ.
- જ્યારે એક યુઝરે પીએમ મોદીની વિદેશ મુલાકાત વિશે મજાક કરતા લખ્યું છે કે, હવે ઘરતી પર ફરવા માટે કોઈ જગ્યા બાકી નથી રહી તેથી ચંદ્ર ઉપર જતો રહ્યો.
બુધવારે પણ આવ્યા હતા ફની રિએક્શન

- સેશનના બીજા દિવસે રાજ્યસભામાં સ્મૃતિ ઈરાની હૈદરાબાદ યુનિ.ના રોહિત વેમુલા સુસાઈડ અને જેએન્યુ વિવાદ પર વિપક્ષને જોરદાર જવાબ આપ્યા હતા. આ દરમિયાન તે અમુક વખત આક્રમક અને અમુક વખત ભાવુક જોવા મળી હતી.
- તેણે વિપક્ષને તેમની જાતી જણાવવા અને ઈમાનદારી વિશે ખુલ્લો પડકાર કર્યો હતો.
- સ્મૃતિના આ તેવર વિશે સોશિયલ મીડિયામાં ખૂબ રિએક્શન આવ્યા હતા.
- એક યૂઝરે તેમની સીરિયલ ‘કભી સાસ ભી કભી બહુ થી’ના બે તસવીરો શેર કરતા લખ્યું કે, વિપક્ષે શેની અપેક્ષા રાખી હતી અને સ્મૃતિએ કેવો જવાબ આપ્યો.
આગળની સ્લાઈડમાં જુઓ સોશિયલ મીડિયા પર કેવી રીતે ઉડી નેતાઓની મજાક
અન્ય સમાચારો પણ છે...