તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશાની હાલતમાં મળી વિદેશી છોકરીઓ, રૂ. 500માં નેતાના રિસોર્ટ પર કરતી હતી રેવ પાર્ટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુષ્કર: રાજસ્થાનના પુષ્કરમાં એક રિસોર્ટમાં વિદેશી ટુરિસ્ટની નશીલી પાર્ટીની ઘટના જાણવા મળી છે. પોલીસ કાર્યવાહીમાં નશાની હાલતમાં અંદાજે 200 કરતા વધારે ઈઝરાઈલ ટુરિસ્ટમાં દોડા-દોડી થઈ ગઈ હતી. ઘણાં લોકો ઘટના સ્થળેથી સામાન ભેગો કરીને ભાગી ગયા હતા.રિસોર્ટ ચલાવનાર અને રેવ પાર્ટીનો ઓર્ગેનાઈઝર પણ ત્યાંથી ભાગી ગયા હતા. આ રિસોર્ટ એક પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટરનું જાણવા મળ્યું છે.
500 રૂ હતી એન્ટ્રી ફી, ઘટના સ્થળેથી પોલીસને મળ્યુ આ બધુ

- પોલીસે રિસોર્ટમાંથી દારૂની બોટલો, નશીલા પદાર્થ અને પાર્ટીમાં વપરાતા ડીજે સાઉન્ડ જપ્ત કર્યા છે. આ પાર્ટીના ઓર્ગેનાઈઝરે વ્યક્તિ દીઠ એન્ટ્રી ફી રૂ. 500 રાખી હતી.
- આ ઉપરાંત ટુરિસ્ટોને ઉંચા ભાવનો દારૂ અને નશીલા પદાર્થ પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ ડ્રગ્સની તપાસ કરવામાં આવી રહી છે.
- જોકે હજુ એ વાતની સ્પષ્ટતા નથી થઈ શકી કે નશામાટે કયા કયા ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ટુરિસ્ટમાં મોટા ભાગના લોકો નશામાં બેભાન અને અર્ધનગ્ન હાલતમાં પકડાયા

- પોલીસે જે વખતે દરોડા પાડ્યા તે સમયે ઈઝરાઈલ મહિલા-પુરુષમાં મોટા ભાગના અર્ધનગ્ન અને નશામાં બેભાન જેવી સ્થિતિમાં મળ્યા હતા.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈઝરાઈલ ટુરિસ્ટ રિસોર્ટમાં ડીજે મ્યૂઝિકના તાલે નશામાં ધૂત થઈને શરમાવે તેવી હરકતો કરતા હતા.
- ઘણાં ટુરિસ્ટ નશાની હાલતમાં વિચિત્ર સ્થિતિમાં સુતા હતા. ગમે ત્યાં દારૂ અને ડ્રગ્સ પડ્યા હતા.
- આઈપીએસ ઓફિસરની અધ્યક્ષતામાં દરોડા પાડવામાં આવ્યા હતા. દોડા-દોડીના વાતાવરણમાં રિસોર્ટ સંચાલક અને ઓર્ગેનાઈઝરે ઘટના સ્થળની લાઈટ બંધ કરી દીધી હતી.
- તેનો ફાયદો લઈને ટુરિસ્ટ તેમનો સામાન ભેગો કરીને ભાગી ગયા હતા.
બપોરથી ચાલી રહી હતી પાર્ટી

- સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિસોર્ટમાં વિદેશી ટુરિસ્ટની નશીલી પાર્ટી હોવાની માહિતી પોલીસને બુધવારે સાંજે સાત વાગ્યા સુધી મળી નહતી.
- જ્યારે નશીલા પદાર્થ અને દારૂ સાથે આ વાંધાજનક પાર્ટી બપોરની શરૂ થઈ હતી. સાંજે સાત વાગ્યા પછી એસપી. ડૉ નિતિન દિપને આ પાર્ટી વિશેની માહિતી મળી હતી. એસપીએ પુષ્કર પોલીસ અને આઈપીએસ મોનિકા સેનને સૂચના આપીને તાત્કાલીક કાર્યવાહી કરવાનો ઓર્ડર આપ્યો હતો.
- કાર્યવાહી પછી આ રિસોર્ટના માલિક પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર બાબુલાલ દગ્દીએ કહ્યું છે કે, તેમણે છેલ્લા 3 વર્ષથી દેવડા ગામના જગદીશ ઉબાનાને આ રિસોર્ટનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. રિસોર્ટનું સંચાલન પણ તે જ કરે છે.
- પોલીસે કાર્યવાહી દરમિયાન ડીજે ઓપરેટર અને પાર્ટીમાં સામેલ એક રેસ્ટોરન્ટ સંચાલકની ધરપકડ કરી લીધી છે.
આગળની સ્લાઈડમાં જુઓ કાર્યવાહી દરમિયાન રિસોર્ટમાં શું જોવા મળ્યું....
અન્ય સમાચારો પણ છે...