તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાનઃ 10 વર્ષમાં ચોથી વાર સરકાર SBC અનામત આપશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયપુર:   પાંચ ટકા  સ્પેશિયલ બેકવર્ડ ક્લાસ (એસબીસી) અનામત ત્રણ વખત હાઈકોર્ટ દ્વારા કેન્સલ કરાયા છતાં રાજસ્થાન રાજ્ય સરકાર ચોથી વાર એસબીસી અનામત વિધેયક લાવવાની તૈયારીમાં છે. તેના મુસદ્દાની રૂપરેખા 16 જૂને મંત્રીમંડળ ઉપસમિતિના ત્રણ મંત્રી મળીને ગુર્જર અનામત સંઘર્ષ સમિતિ સાથે યોજાનારી પ્રસ્તાવિત બેઠકમાં રજૂ કરશે.

જોકે આ મામલે ગુર્જર નેતાઓએ શુક્રવારે સચિવાલયમાં યોજાયેલી મંત્રીમંડળની ઉપસમિતિ બેઠકમાં ચેતવ્યા હતા કે 50 ટકાની અંદર જ અનામતનો ડ્રાફ્ટ તૈયાર કરાવો કારણ કે ત્રણ વખત રાજ્ય સરકારે અનામત આપ્યું પરંતુ કોર્ટે ના પાડી છે. બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી ગુર્જર નેતાઓને એ વાત મનાવવા માટે મથામણ કરી રહ્યા છે કે આ વખતે 50 ટકાની બહાર અનામત આપવું સંભવ છે અને આ વખતે કોઈ કમી નહીં રહે.  દરમિયાન ગુર્જર નેતાઓએ દાવો કર્યો છે કે, જૂની ભરતીઓમાં એસબીસીની જ્ઞાતિઓને ઓબીસીનો ફાયદો અપાવવા માટે સહમતિ થઈ છે. ઓબીસીની પ્રાથમિકતાનો ફાયદો અરજદારોને અપાવી શકાશે.
 
9 વર્ષમાં ત્રણ વખત અનામત નાબૂદ

એસબીસી અનામત 2008માં આવ્યું અને સ્ટે લાગ્યો. એસબીસીનું જાહેરનામું 30 નવેમ્બર 2012ના રોજ નીકળ્યું જેમાં 5 ટકા મળ્યા તેના પર 29 જાન્યુઆરી 2013ના રોજ સ્ટે આવ્યો. પછી 16 ઓક્ટોબર 2015ના રોજ 5 ટકા અનામત આપ્યું અને 14 મહિના ચાલ્યા પછી 9 ડિસેમ્બર 2016ના રોજ હાઈકોર્ટે નકારી કાઢ્યું. આ મામલ રાજ્ય સરકાર સુપ્રીમકોર્ટમાં છે.
 
 
અન્ય સમાચારો પણ છે...