તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7 લાખમાં વેચાયો આ ચાંદીનો સિક્કો, જાણો શું છે તેની વિશેષતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોટાઃ શાહજહાંના પુત્ર શાહ શુજાના સમયનો ચાંદીનો સિક્કો રાજસ્થાનના કોટામાં 7 લાખ રૂપિયામાં હરાજીમાં વેચાયો હતો. આવા જ એક બીજા સિક્કા માટે હરાજીમાં 6.60 લાખની બોલી લાગી હતી. શાહ શુજા (23 જૂન 1616- 7 ફેબ્રુઆરી 1661) ના શાસનકાળના 400 વર્ષ જુના સિક્કાઓમાંથી આવા 5 જ સિક્કાઓ હાલ અસ્તિત્વ ધરાવે છે.
400 વર્ષ જુના સિક્કાની આ છે વિશેષતાઓ.....

- 11.20 ગ્રામ અને 21.02 એમએમ વ્યાસના બે સિક્કા લંડન મ્યૂઝિયમ અને 3 ભારતમાં છે.
- શનિવારે 2 દિવસ ચાલેલા ક્વાઈન એન્ડ ફિલેટલી એક્ઝિબિશનમાં થયેલી હરાજી દરમિયાન 3 માંથી 2 સિક્કાને હરાજી કરવામાં આવી હતી.
- મુંબઈ રાજગોર ઓક્શનના ડિરેક્ટર ડો. દિલીપ રાજગોરે જણાવ્યું કે, શાહજહાંના 4 પુત્રો- દારા શિકોહ, શાહ શુજા, ઓરંગઝેબ અને મુરાદ બખ્શ હતા.
- શાહજહાંના નિધન બાદ શાહ શુજાએ પટણામાં પોતાને રાજા જાહેર કર્યા હતા.
- ચાંદીનો આ સિક્કો પટણામાં તૈયાર થયો હતો. સિક્કાની એક બાજુએ કુરાનની આયાત અને બીજી તરફ શાહ શુજા મોહમ્મદી બાદશાહ ગાજી લખવામાં આવ્યું છે.
નાગાવંશના 13 રાજાઓના સિક્કા પ્રથમવાર પ્રદર્શિત કરાયા...

- આ પ્રદર્શનમાં અવધ, ગ્વાલિયર, મૈસૂર, બરોડા, હૈદરાબાદ, મરાઠા, વિક્ટોરિયા, સુલ્તાન અને અન્ય રાજવી પરિવારોના સિક્કા-ચલણો પ્રદર્શનમાં રાખવામાં આવ્યા હતા.
- એડવોકેટ શૈલેષ જૈન દ્વારા પ્રથમ વાર નાગા વંશના 13 રાજાઓના સિક્કા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તેઓ 210-340 ઈ.પૂર્વના છે. તે સમયે સંસ્કૃત ભાષા પ્રચલિત હતી.
- જૈને જણાવ્યું કે, નાગા વંશના 11 રાજાઓની શોધ કરવામાં આવી હતી. જોકે તેમણે 13 રાજાઓના સિક્કા મેળવી 2 વધુ રાજાઓની ઓળખ મેળવી હતી. જેમાં સ્વર્ભા નાગા અને ઈશ્વર નાગાનો સમાવેશ થાય છે.
- જૈનએ વધુમાં જણાવ્યું કે, આ સિક્કાઓ 1600 વર્ષ જુના છે.આ ઉપરાંત જુના મણકા, ઘડીયાળ, હથિયારો પણ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા હતા.
- રાજસ્થાનના 18 તથા દેશના 65 હકૂમત સમયના સિક્કા, નોટ પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયા હતા. આ સાથે 250થી વધુ કોઈન કલેક્ટર (જુના સિક્કાઓ સંગ્રહ કરનારાઓ) પણ પ્રદર્શનમાં સામેલ થયા હતા.
- કોઈન ક્લેક્ટરોને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
સોનાના ચિત્રોવાળી શ્રીમદ ભાગવત....

- પંજાબથી આવેલા પરમેન્દ્ર સિંહે 175 વર્ષ જુની પંજાબીમાં લખેલી શ્રીમદ ભાગવત કથાનું પ્રદર્શન કર્યું હતું.
- આ જમ્મુના મહારાજા રણજીતસિંહના સમયની દુર્લભ કૃતિ છે.
- તેનું લેખન ભાઈ ગુલાબસિંહે કેસરસિંહ પાસે કરાવ્યું હતું. તેમાં કુલ 720 પેજ છે. 20માં સોનાથી કોતરેલા ચિત્રો છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ એક્ઝિબિશનમાં રાખવામાં આવેલા અન્ય સિક્કાઓ.....)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો