• Gujarati News
  • Raqibul Spent More Than His Income Reveled In CID Inquiry

મહિને રૂ. 30 હજારની આવક સામે એક લાખનો ખર્ચ કરતો રકીબુલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રંજીત કોહલી ઉર્ફે રકીબુલની ફાઈલ તસવીર)
*CID તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા
*મની લોન્ડ્રિંગનો પણ થશે કેસ
રાંચી: સીઆઈડીએ તારા શાહદેવ તથા રંજીત કોહલી ઉર્ફે રકીબુલ હસનના પ્રકરણની તપાસની ગતિ વધારી દીધી છે. સમગ્ર પ્રકરણમાં સીઆઈડી દ્વારા અલગઅલગ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. રકીબુલ સામેનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે, રકીબુલની જેટલી આવક હતી, તેનાથી અનેક ગણો વધુ ખર્ચ કરતો હતો.

બે કંપનીઓમાંથી મહિને તેને સરેરાશ રૂ. ત્રીસથી ચાલીસ હજાર સુધીની આવક થતી હતી, પરંતુ તેનો માસિક ખર્ચ રૂ. એક લાખ કરતા વધુનો હતો. આ સંજોગોમાં તેની સામે મની લોંડ્રીંગનો પણ કેસ થશે. સીઆઈડીએ આ અંગે રકીબુલને પૂછપરછ કરી હતી, પરંતુ તે કોઈ સંતોષજનક જવાબ આપી શક્યો ન હતો.
રંજીત સિંહ કોહલીએ કૌશલ બાયોટેક કંપની અને એક એનજીઓ ખોલી હતી. બંને કંપનીઓ દ્વારા તે વૃક્ષારોપણનું કામ કરતો હતો. મનરેગા હેઠળ તે આ કામ લેતો અને આ અનુસંધાને જ ભારતીય વન સેવા (ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસિઝ)ના અધિકારી પરિતોષ ઉપાધ્યાયને મળ્યો હતો. પરંતુ તેનો મેળ પડ્યો ન હતો, એટલે તેણે મનરેગા હેઠળ ટ્રી-પ્લાન્ટેશનનું કામ લેવું શરૂ કરી દીધું હતું.
ચાર વર્ષનો આવક-જાવકનો હિસાબ વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.