હરિયાણામાં બે વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હરિયાણાના પટૌદીમાં ૧૦ મા ધોરણની બે વિદ્યાર્થિનીઓ સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ફોટો સ્ટુડિયો ચલાવતા રાનુએ તેના બે મિત્રોએ સાથે મળીને આ કૃત્ય કર્યું હતું. કેસના આરોપી ફરાર છે. પીડિત વિદ્યાર્થિનીની માતાએ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેની ૧૫ વર્ષની પુત્રી અને બહેનપણીને કેફી દ્રવ્ય ધરાવતું કોલ્ડ ડ્રિન્ક પીવડાવી દુષ્કર્મ કર્યું હતું.અશ્લીલ તસવીરો ઉતારી બ્લેકમેઇલ કરીને ફરી દુષ્કર્મ કર્યું હતું.