• Gujarati News
  • Assistant Sub Inspector Arrested By Police,Will Be Dismissed

બળાત્કારના આરોપી પોલીસ અધિકારીની ધરપકડ, નોકરીમાંથી બરતરફ કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: દેશના પાટનગર બળાત્કારના કેસ ઘણા વધી રહ્યાં છે ત્યારે અવારનવાર પોલીસની કાર્યવાહી પર પણ સવાલો થયા છે. જોકે દિલ્હીના જ રાની બાગ એરિયામાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રક્ષક જ ભક્ષક બન્યો હતો. આ કેસમાં 23 વર્ષીય યુવતી પર એક એએસઆઇ અધિકારીએ બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ ઘટના સામે આવ્યા બાદ આપે પોલીસ કમિશ્નરનું રાજીનામું માંગતા કહ્યું કે, ‘જો દિલ્હી પોલીસ જ ક્રાઇમમાં સંડોવાયેલી હશે તો કાયદાનું પાલન કોણ કરાવશે.’ આ મામલે પોલીસ અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી છે અને કેસની ચાર્જશીટ પણ ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે તેવુ પોલીસ કમિશ્નર બી.એસ.બસ્સીએ જણાવ્યું હતું.
આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરતા કમિશ્નર બી.એસ.બસ્સીએ કહ્યું કે,‘કોઇપણ પોલીસ અધિકારી કાયદાને તોડે તે ચલાવી શકાય નહીં. આવા કાર્ય કરનાર પોલીસ અધિકારી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. એએસઆઇની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને ટૂંક સમયમાં નોકરીમાંથી બરતરફ કરાશે.’
આપ ધારાસભ્યના પતિ-પીએ વિરુદ્ધ એફઆઇઆર નોંધાઇ
શાળામાં એડમિશન માટે આપના ધારાસભ્ય વંદના કુમારીના પતિ સજ્જન કુમાર-પીએ પર સરકારી કામમાં દખલ આપવા તથા માનસિક ત્રાસ મામલે એફઆઇઆર નોંધવામાં આવી છે. સજજનકુમાર પર તેની પત્નીના જ વિધાનસભા ક્ષેત્ર શાલીમારબાગમાં આવેલી સર્વોદય વિદ્યાલયના પ્રિન્સિપાલને એડમિશન મામલે ધમકાવવાનો આરોપ છે. જોકે આ મામલે સજ્જન કુમારે આરોપોને રદિયા આપતા જણાવ્યું કે, તેઓએ પણ શિક્ષણ વિભાગ સમક્ષ ફરિયાદ દાખલ કરી છે.
(આગળની સ્લાઇડમાં જાણો આ કેસ અંગે ગૃહમંત્રીની પ્રતિક્રિયા)