રામપાલે જ કર્યો ઘટ્ટસ્ફોટ : દિકરા-જમાઈ તૈયાર કરતા કમાન્ડોઝ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પોલીસ કસ્ટડીમાં રામપાલ)

*હથિયારો ખરીદવા માટે પૈસા એકઠા કરતા તથા ખરીદી પણ કરતા, પૂછપરછ ચાલુ
હિસાર : દેશદ્રોહના આરોપી રામપાલના બે દીકરા તથા જમાઈ મધ્યપ્રદેશના બૈતુલમાં ખાનગી કમાન્ડોઝ તૈયાર કરતા હતા. સમગ્ર તાલિમ તથા વિશ્વાસ આવે પછી જ તેમને સતલોક આશ્રમ મોકલવામાં આવતા હતા. આ ખુલાસો ખુદ રામપાલે પુછપરછ દરમિયાન કર્યો હતો. રામપાલે કહ્યું હતું કે, તે જગ્યા તેણે જોઈ છે. ઉપરાંત હથિયારો માટે દીકરો જ પૈસા ભેગા કરતો તથા તે જ ખરીદી કરતો. પોલીસે રામપાલના બે દીકરા તથા જમાઈ સુધી પહોંચવા માટે તજવીજ હાથ ધરી છે. ક્યાં-ક્યાંથી હથિયાર ખરીદવામાં આવતા, તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
રામપાલ ફરી છ દિવસની રિમાન્ડ પર

હિસાર કોર્ટે મંગળવારે રામપાલને છ દિવસની પોલીસ રિમાન્ડ પર સોંપી દીધો હતો. પોલીસે જ્જને કહ્યું હતુંકે, રામપાલની પૂછપરછના આધારે બૈતુલના હથિયાર તથા દિકરાઓને ઠેકાણાઓ અંગે માલૂમ કરવાનું છે. આરોપી પક્ષના વકીલે તેનો વિરોધ કર્યો હતો. અંતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રામપાલના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સતલોક આશ્રમમાંથી મળ્યો બોમ્બ બનાવવાનો સામાન

તપાસ દળને મંગળવારે સતલોક આશ્રમમાંથી મોટી સંખ્યામાં પેટ્રોલ બોમ્બ બનાવવાનો સામાન મળી આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે, મંગળવારે પાંચ પેટ્રોલ બોમ્બ, 250 લાકડીઓ, 15 હેલમેટ, 38 કાળા શર્ટ, 45 કાળા પાયજામા, 2 ગુલેલ તથા 222 કાચની ગોળીઓ મળી હતી.
પાંચ કમાન્ડર ચલાવતા હતા ઓપરેશન

સતલોક આશ્રમમાં રામપાલના પાંચ સાગ્રીતોએ વહીવટી તંત્ર સામેના મોરચાનું સુકાન સંભાળ્યું હતું. કોર કમિટિના પાંચ સભ્યોએ ગ્રુપ બનાવ્યું હતું, જે તમામ ઓપરેશનને ઓપરેટ કરતું હતું. પોલીસનું માનવું છેકે, જ્યારે પોલીસે ઘેરો ઘાલ્યો હતો ત્યારે રામપાલના અંગત કમાન્ડો સાથે ટકરાવની રૂપરેખા તૈયાર કરી હતી. રાજકુમાર ઢાકા, પુરૂષોત્તમ, સૈની તથા બલજીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું.
હથિયારો ખરીદવાની જવાબદારી હતી ખાસ માણસો પર. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.