રામદેવ સામે કેસ, દલિત વિરોધી ટિપ્પણી બદલ પગલાંની માંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યોગ ગુરુ રામદેવ સામે રાહુલ ગાંધીને નિશાન બનાવતાં તેમણે આપેલી વિવાદસ્પદ ટિપ્પણી બદલ ઉત્તર પ્રદેશ પોલીસે કેસ નોંધ્યો છે . રામદેવની ટિપ્પણીએ અનેક વર્ગોમાં રોષની લાગણી જન્માવી છે અને કોંગ્રેસે દલિતોનું અપમાન કરતી ટિપ્પણી બદલ રામદેવ જાહેર માફી માંગે તેવી માગણી કરી છે. મહાનગર પોલીસ મથકમાં આઇપીસીની કલમ ૧૭૧ (જી) હેઠળ બાબા સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક હબીબુલ હસને જણાવ્યું હતું કે રામદેવના નિવેદનની વીડિયો ક્લિપિંગ જોયા પછી પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
ભાજપને સમર્થન આપી રહેલા રામદેવે ગઇકાલે કોંગ્રેસના ઉપાધ્યક્ષ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે તેઓ હનીમૂન અને પિકનિક માટે દલિતોના નિવાસે જાય છે. તે શું દલિત યુવતી સાથે લગ્ન કરશે? જો એમ કરે તો તેમનું કિસ્મત જાગે અને વડાપ્રધાન બની શકે.
કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજયસિંહે રામદેવ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે તેમની ટિપ્પણી દલિત વિરોધી છે. તેમણે જાહેર માફી માંગવી જોઇએ.
ફાગવારામાં રામદેવ સામે દેખાવો
ભાજપ માટે પ્રચાર કરી રહેલા યોગગુરુ રામદેવની વિવાદસ્પદ ટિપ્પણીએ દલિતોમાં રોષની લાગણી જન્માવી છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રામદેવની ટિપ્પણીનો વિરોધ કરતાં ચૂંટણી પંચ રામદેવ પર ભાજપનો પ્રચાર કરવા પર પ્રતિબંધ લાદે આવે તેવી માગણી કરવામાં આવી હતી.