તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

80 વર્ષની વયે જાતે સંસ્કૃત શીખ્યા, 88 વર્ષે ટાઇપિંગ, 12 વર્ષમાં સુંદરકાંડનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂણે: શરીર ઘરડું થાય છે પરંતુ ઇચ્છાશક્તિ ક્યારેય ઘરડી થતી નથી. આ વાત અમેરિકાના ટેક્સાસના ક્રિસ્કો ગામમાં રહેતા ભારતીય રામલિંગમ સરમાએ સાચી સાબિત કરી. 12 વર્ષોથી તે સુંદરકાંડનું અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કામ કરી રહ્યા હતા જે તેમણે પોતાના 100મા જન્મદિવસે પૂરું કર્યુ. તે જીવે ત્યાં સુધીમાં સુંદરકાંડને લોકો સમક્ષ મૂકવા ઇચ્છતા હતા. પોતાની જાતને આપેલું વચન તેમણે સાર્થક કરી બતાવ્યું. તે પુસ્તકનું વેચાણ નહીં કરે પરંતુ ગ્રંથાલયો અને સંસ્કૃતના સંશોધકોને મફતમાં પુસ્તક ભેટ કરશે. તેમણે ફોન પર જણાવ્યું કે, કોઇની મદદ લીધા વગર 65 વર્ષ પહેલાં વિચારેલી વાતને જીવનની અંતિમ ક્ષણોમાં વાસ્તવિક કરી બતાવ્યું.
બાળપણમાં દાદા અને માતા સુંદરકાંડનો પાઠ કરતાં હતાં ત્યારે પાઠનો અર્થ સમજાતો નહોતો. પરંતુ સાંભળવું ગમતું હતું. કોલેજ પૂરી કરીને બેંગ્લોરમાં હિન્દુસ્તાન એરોનોટિકલમાં પ્રવેશ મેળવ્યો. સુંદરકાંડના પાઠ છૂટી ગયા. નોકરીમાં 32 વર્ષ થઇ ગયાં. 35 વર્ષની ઉંમરે તમિલમાં સુંદરકાંડ વાંચવાની તક મળી. હું તેનાથી પ્રભાવિત થયો. હજારો વર્ષ પહેલાં સંસ્કૃતમાં રચાયેલા આ ગ્રંથને વાંચવાનું નક્કી કર્યું પરંતુ તે સમયે મને સંસ્કૃત આવડતું નહોતું અને શીખવાનો સમય પણ ન મળ્યો. આ કારણે તે સમયે સુંદરકાંડ સંસ્કૃતમાં શીખી શક્યો નહીં.
નિવૃત્ત થયા પછી કેટલાંય વર્ષ ટ્રેનિંગ લીધી અને પ્રોજેક્ટ પૂરા કરવામાં વર્ષો પસાર થયા. ભારતમાં પોતાની પત્ની સાથે રહેતો હતો પરંતુ તેનાં મૃત્યુ પછી દીકરાએ અમેરિકા બોલાવી લીધો. હું ત્યાં જઇને વસ્યો. અત્યારે ટેક્સાસના ક્રિસ્કો ગામમાં વસવાટ કરું છું. 80 વર્ષનો હતો ત્યારે એક દિવસ ઘરમાં બેઠાં બેઠાં બાળપણના દિવસોમાં ખોવાઇ ગયો. દાદા અને માતાએ સંભળાવેલા સુંદરકાંડના પાઠ યાદ આવી ગયા. મને યાદ આવ્યું કે સંસ્કૃતમાં સુંદરકાંડ વાંચવાનું નક્કી કર્યું હતું. તે દિવસે લાગ્યું કે સામાન્ય દિવસ વિતાવ્યા કરતાં સારું કે અધૂરું કામ પૂરું કરું જે 65 વર્ષ પહેલાં વિચાર્યું હતું.
શરૂઆત સંસ્કૃત શીખવાની સાથે કરી. સંસ્કૃત શીખવનારું કોઇ મળ્યું નહીં એટલે ઇન્ટરનેટની મદદથી જાતે સંસ્કૃત શીખ્યો. સંસ્કૃત શીખવા અને સુંદરકાંડ વાંચવામાં આઠ વર્ષ વીતી ગયાં. મને લાગ્યું કે સમાજ માટે તેનું અધ્યયન કરવું જરૂરી છે તો અંગ્રેજીમાં અનુવાદ કરવાનું વિચાર્યુ. 88 વર્ષે ટાઇપિંગ સ્કૂલમાં એડમિશન લીધું. પોતાની સ્કૂલમાં હું સૌથી વૃદ્ધ વિદ્યાર્થી હતો. ક્યારેક દીકરો તો ક્યારેક પૌત્ર સ્કૂલ મૂકવા આવતા હતા. 2 દિવસ સ્કૂલમાં અને 5 દિવસ ઘરે પ્રેક્ટિસ કરતો હતો. થોડી સ્પીડ આવતા અનુવાદ શરૂ કર્યુ. 12 વર્ષ સુધી અનુવાદ કરતો રહ્યો. આ વર્ષે 6 ફેબ્રુઆરીએ 100 વર્ષનો થયો. આ પુસ્તકનું વિમોચન કરીને મારા જન્મદિનની ઉજવણી કરી.

રામલિંગમ આ ઉંમરે પણ આઇપેડ પર ચાર કલાક વાંચન કરે છે. આજની ભાગદોડવાળી જિંદગીમાં નવી પેઢી વ્યસ્ત થઇ ગઇ છે. તે પોતાનાં પુરાણો-ગ્રંથોથી દૂર થઇ રહ્યા છે. હું ઇચ્છું છું કે તે વાંચે, અભ્યાસ કરે અને જીવનમાં આદર્શ સ્થાપિત કરવાના ગુણ શીખે. સુંદરકાંડને અંગ્રેજીમાં અભ્યાસ કરીને બે ભાગમાં વિભાજિત કરીને પ્રકાશિત કરાયું છે. બંને ભાગમાં 650 પેડ છે. પુસ્તકમાં શ્લોક સંસ્કૃત અને રોમન બંને ભાષામાં લખ્યા છે. મહત્વના શબ્દોને અને અંતે શ્લોકના અર્થને પણ અંગ્રેજીમાં લખવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો