રામ ભક્ત સંત અને વાનરનું અનોખું મિલન

વાનરનો ધાર્મિક સ્વભાવ જોઇને લોકો મંત્ર મુગ્ધ થઇ ગયા

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 28, 2011, 05:14 AM
આ રીતે રામભક્તોનું મિલન થયું
આ રીતે રામભક્તોનું મિલન થયું

ram worshipar saint and monkey meet at one stageશ્રી કાલકા માતા મંદિર પટાંગણમાં રામકથા ગાયક દેવમિત્રાનંદ ગિરિજી અને રામકથા વાચક મહંત ગોપાલદાસજી પ્રવચન આપી રહ્યા હતા. ઓચિંતા એક વાનર દર્શકો વચ્ચે અતિથિઓ માટેના માર્ગેથી શાંતિપૂર્વક ચાલીને મંચ પર પહોંચ્યો. વાનરને જોઇને પહેલાં તો લોકો ચોંકી ગયા, પરંતુ પછી વાનરનો ધાર્મિક સ્વભાવ જોઇને મુગ્ધ થઇ ગયા. આ જંગલી વાનર હતો, તે ઓચિંતો આવ્યો અને પછી જતો રહ્યો. આ દ્રશ્ય ફોટો જર્નાલિસ્ટ શાહિદ મીરે કેમેરામાં કેદ કર્યું હતું.આશીર્વાદ મેળવીને જ આગળ વધ્યોં
આશીર્વાદ મેળવીને જ આગળ વધ્યોં
અહીં વાનરે ક્યારેક સ્વામીના માથે હાથ મૂક્યો તો ક્યારેક હાથ પકડ્યો. આવી રીતે વાનરે ઘણી વાર સ્વામીજીને સ્પર્શ કર્યો. એવું લાગતું હતું કે, તે સ્વામીજીને ગળે લાગવા માગતો હતો. વાનરે પોતાનું માથું સ્નેહભાવથી સ્વામીજીની છાતી સાથે લગાવી દીધું હતું. વાનરનો આ વ્યવહાર જોઇને સ્વામીજીએ પણ આશીર્વાદ આપ્યા હતા.
માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા
માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા
ત્યાર બાદ વાનર ભગવાન શ્રીરામના ઉપાસક બડા રામદ્વારાના મહંત ગોપાલદાસજી પાસે ગયો. મહંતજી પાસે પહોંચતાંની સાથે જ વાનરે પોતાના પગ તેમના ખોળામાં મૂકી દીધા. પછી તેમનો હાથ પકડ્યોઅને આશીર્વાદ આપી રહ્યો હોય એવી રીતે એક હાથ માથે મૂક્યો હતો. દરમિયાનમાં તે પોતાનું મોઢું બે વાર મહંતજીના કાન સુધી લઇ ગયો હતો. વાનરે મહંતજીના કાનમાં કશું કહ્યું હોય એવું લાગ્યું હતું. વાનરનો આત્મીય વ્યવહાર જોઇને મહંતજીએ પણ હાથ જોડીને આશીર્વાદ મેળવ્યા.
પ્રતિમા સમક્ષ રાખેલાં ફૂલ ખાધાં
પ્રતિમા સમક્ષ રાખેલાં ફૂલ ખાધાં
મહંતજી પાસેથી ઊઠીને વાનર સીધો એ જગ્યાએ પહોંચ્યો જ્યાં ટેબલ પર પ્રભુ શ્રીરામની તસવીર અને પૂજાની સામગ્રી રાખવામાં આવી હતી. થોડીક વાર સુધી આમ-તેમ જોયા બાદ વાનરે તસવીર સમક્ષ રાખવામાં આવેલી પૂજાની થાળીમાંથી ગુલાબનાં ફૂલ ઉઠાવીને ખાધાં. ત્યાર બાદ શાંતિથી જ મંચ પરથી ઊતરીને ચાલ્યો ગયો.
X
આ રીતે રામભક્તોનું મિલન થયુંઆ રીતે રામભક્તોનું મિલન થયું
આશીર્વાદ મેળવીને જ આગળ વધ્યોંઆશીર્વાદ મેળવીને જ આગળ વધ્યોં
માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યામાથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા
પ્રતિમા સમક્ષ રાખેલાં ફૂલ ખાધાંપ્રતિમા સમક્ષ રાખેલાં ફૂલ ખાધાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App