વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભા શરૂ થતાની સાથે સ્થગિત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી રાજનાથ સિંહથી નારાજ થઈ ગયા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે રાજનાથ સિંહ પંજાબના ગુરદાસપુરમાં થયેલા હુમલા બાબતે રાખવામાં આવેલી હાઈલેવલ મીટિંગમાં હાજર રહ્યા નહતા. આ મીટિંગ સોમવારે સવારે બોલાવામાં આવી હતી. રાજનાથ સિંહ સોમવારે સીઆરપીએફના એક કાર્યક્રમમાં હાજર થવા મધ્ય પ્રદેશની મુલાકાતે ગયા હતાં. જોકે પીએમઓ સલાથે જોડાયેલા લોકો આ વાત નકારી રહ્યાં છે. બીજેપીના સાંસદ એસએસ આહુવાલિાએ લોકસભામાં આ મુદ્દા પર તેમની જ સરકાર સાથે ખુલાસો માગ્યો છે. વિપક્ષે પણ આ મુદ્દે હોબાળો કર્યો હતો. સપા અને કોંગ્રેસના નેતાઓએ સંસદના પરિસદમાં કેન્દ્ર સરકાર અને તેમની નીતિને વખોડી હતી. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે, તેમને ગુરદાસપુરમાં થયેલા હુમલા વિશે બોલવા દેવામાં આવ્યા નથી.
સરકારનો પ્રહાર

લોકસભામાં બીજેપીના નેતા વૈંક્યા નાયડુએ આતંકવાદી હુમલા માટે વિપક્ષના ઈન્ટેલિજન્સની નિષ્ફળતાના આરોપ લગાવતા કહ્યું છે કે, એખ બાજુ જ્યાં અથડામણ ચાલુ છે ત્યારે આ મુદ્દા પર રાજકારણ યોગ્ય નથી. તે સમયે સરકાર પર સવાલ ઉઠાવવા પણ યોગ્ય નથી. રાષ્ટ્રીય મુદ્દા પર સંસંદમાં એક સુર સંભળાયા હતા. નાયડુએ જણાવ્યું છે કે, ગૃહમંત્રી પંજાબના મુખ્યમંત્રીના સંપર્કમાં છે. નાયડુએ કહ્યું છે કે, પંજાબમાં ઓપરેશન પુરૂ થતાં જ ગૃહમંત્રી સરકાર તરફથી નિવેદન આપશે.
મોદી પાકિસ્તાન સાથે વાત કરે છે અને તેઓ આતંકવાદી મોકલે છે

સપા નેતા નરેશ અગર્વાલે જણાવ્યું છે કે, એક બીજા પીએમ મોદી પાકિસ્તાન સાથે વાત કરે છે અને તેઓ આતંકવાદીઓને મોકલી રહ્યાં છે. પંજાબમાં આતંકવાદી હુમલામાં ઈન્ટેલિજન્સ નિષ્ફળ સાબીત થયું છે. આતંકવાદી હુમલાને સંસદમાં વખોડી કાઢવામાં આવ્યો છે. વિપક્ષ દ્વારા કરવામાં આવતા હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી શરૂ કર્યા પછી થોડી વારમાં જ સ્થગિત કરવી પડી હતી. બીજી બાજુ કોંગ્રેસના રાજ્યસભામાં એમપી આનંદ શર્માએ કહ્યું છે કે, કાશ્મીરની ખાણમાં પાકિસ્તાનના ઝંડા દેખાવાની ઘટનાને પણ સહન કરી શકાય તેમ નથી. સરકારે આ વિશે કાર્યવાહી કરશે તે વિશે કોઈ વાયદો કર્યો નથી.
રાહુલ ગાંધીએ હોબાળો ચાલુ રાખવાનો કર્યો ઈશારો

લોકસભામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના સાથી સાસંદોને હોબાળો ચાલુ રાખવાનો ઈશારો કરતા જોવા મળ્યા હતા. રાહુલના કહેવાથી કોંગ્રેસના ઘણાં સાસંદો કાળી પટ્ટી બાંધીને સદનમાં આવ્યા હતાં. પરંતુ રાહુલ ગાંધી પોતે લોકસભામાં કાળી પટ્ટી વગર જોવા મળ્યા હતાં.
અધિરંજન ચૌધરીએ સ્પિકરનાં પોડિયમ પર ચઢી વિરોધ કર્યો

કોંગ્રેસી સાંસદ અધિરંજન ચૌધરીએ લોકસભામાં પોતાનો વિરોધ નોંધાવવા માટે સ્પિકરનાં પોડિયમ પર ચડી ગયા હતા અને તેઓએ પ્લેકાર્ડ દેખાડ્યા હતા. તેમના આ વિરોધને કારણે સ્પિકરે તેમને ‘નેમ’ કરતા આખા દિવસ માટે ગૃહની બહાર રહેવાની સજા ફટકારી હતી. અધિરંજનને પોતાની ભૂલ સમજાતા તેમણે આ માટે માફી માંગી હતી. જોકે સ્પિકરે તેમની માફીને અયોગ્ય ગણાવી સ્વિકારી નહોતી.
સોમવારે પણ શરૂ થઈ રાજીનામાની માગણી

ચોમાસુ સત્રના પહેલા સપ્તાહમાં કોઈ પણ કાર્યવાહી થયા વગર સોમવારે પણ લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો હતો. વિપક્ષે આઈપીએલ સ્કેમ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે, જમીન અધિગ્રહણ મામલે અને જાતી આધારિત ગણતરી જાહેર કરવાની બાબતે હોબાળો કર્યો હતો. વિપક્ષના ઘણાં સાસંદોએ સ્પીકરની સામે આવીને નારાબાજી કરી હતી. વિપક્ષના ઘણાં સાંસદોએ કાળી પટ્ટી બાંધીને પ્લેકાર્ડ પણ બતાવ્યા હતા. સ્પીકરે કહ્યું હતું કે સંસદમાં પ્લેકાર્ડ બતાવવા નિયમ વિરુદ્ધ છે. તેમ છતાં વિપક્ષે હોબાળો ચાલુ રાખતા સ્પીકરે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. બપોરે બે કલાકે કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે ખડગે સહિત વિપક્ષના અમુક નેતાઓએ ગુરદાસપુરના મુદ્દો ઉઠાવ્યો હતો.
પીએમની બેઠકમાં સામેલ થયા જેટલી, નાયડુ અને પર્રિકર

સોમવારે સવારે 10.30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં મનોહર પર્રિકર, અરુણ જેટલી અને વૈંક્યા નાયડુ સાથે હાઈ લેવલ મીટિંગ કરી હતી. ગુરદાસપુર હુમલા પછી સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું અને સંસદની સાથે દિલ્હીની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી.
રાજ્યસભામાં સાંસદના નિધન પર શોક
રાજ્યસભાની કાર્યવાહી બીજેડીના રાજ્યસભા એમપી કલ્પતરુ દાસ અને બે પૂર્વ એમપી આરએસ ગવઈ, બીકે હાંડિકના નિધન પર શોક વ્યક્ત કર્યા પછી કાર્યવાહી મંગળવાર સુધી ટાળી દેવામાં આવી હતી.
સંસદમાં સુરક્ષા વધારાઈ
પંજાબના ગુરદાસપુરમાં આતંકવાદી હુમલાના પગલે દિલ્હીમાં પણ સંસદમાં સિક્યોરિટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સંસદમાં નોર્થ બ્લોકની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. સંસદમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સુરક્ષાબળ સ્થળ પર હાજર છે. દરેક વાહનો અને વ્યક્તિની પુછપરછ કરીને જ તેમને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
સંસદની સુરક્ષા વ્યવસ્થાની તસવીરો જોવા આગળની સ્લાઈડ કરો ક્લિક