મોદી લોકપ્રિય રાષ્ટ્રીય નેતા, રામ મંદિર હજૂપણ ભાજપનો મુદ્દો: રાજનાથ

rajnath singh speaks about common civil code and other issues

Agency

Feb 03, 2013, 04:16 PM IST

ભાજપના તમામ મુખ્યપ્રધાનો રાષ્ટ્રીય નેતા
ભાજપ અધ્યક્ષ ખોંખારો ખાઈ બોલ્યા

ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહે રવિવારે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે રામ મંદિર માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

રાજનાથસિંહે આરોપ મુક્યો હતો કે, વર્તમાન કેન્દ્ર સરકાર તમામ પક્ષે નિષ્ફળ રહી છે. હાલ દેશમાં આર્થિક બદહાલી પ્રવર્તમાન છે, જેનાં માટે સરકારની કટિબદ્ધતાનો અભાવ છે. કોંગ્રેસ હાલમાં વોટબેન્કનું રાજકારણ રમી રહી છે. મોદી અંગેનાં એક સવાલમાં રાજનાથસિંહે કહ્યું હતું કે, "તેઓ નિઃસંદેહપણે રાષ્ટ્રીય અને લોકપ્રિય નેતા છે. ભાજપના તમામ મુખ્યપ્રધાનો રાષ્ટ્રીય નેતા છે."

રાજનાથસિંહના કહેવા પ્રમાણે, રામ મંદિર અને હિન્દુત્વ માટે ભાજપ કટિબદ્ધ છે. સુપ્રીમ કોર્ટે હિન્દુત્વની વ્યાખ્યા કરી છે. હિન્દુત્વએ જીવનનો દ્રષ્ટીકોણ છે. તે કોઈ જાતિ-ધર્મ, પંથ કે સંપ્રદાય નથી. ભાજપને સ્પષ્ટ બહુમત મળે તો કોમન સિવિલ કોડ, રામ મંદિર, ધારા 370 જેવા પરંપરાગત મુદ્દાઓ પર આગળ વધશે.રાજનાથસિંહના કહેવા પ્રમાણે, ભાજપ લોકતાંત્રિક મુદ્દો છે તથા અહીં કોઈ ચોક્કસ હોદા માટે દાવો નથી કરતો.

દરમિયાન ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ભાજપના બે મુખ્યપ્રધાનોનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. તેમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને છત્તિસગઢનાં મુખ્યપ્રધાન રમણસિંહને સામેલ કરવામાં આવે તેવી વકી છે.

X
rajnath singh speaks about common civil code and other issues
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી