તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેલેટ ગન વિશે બોલ્યા રાજનાથ, સમિતિની રચના કરી શોધશે બીજો વિકલ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે લોકસભામાં કાશ્મીર મુદ્દે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન સમગ્ર સ્થિતિથી ચિંતત છે. તેઓએ કહ્યું કે, કાશ્મીર દેશની શાન છે. ભારતમાં જે પણ આંતકવાદી ગતિવિધિઓ થઈ રહી છે તેની પાછળ પાકિસ્તાનનો હાથ છે. કાશ્મીરમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે તેની પાછળ પણ પાકિસ્તાન જવાબદાર છે. કાશ્મીરમાં તોફાનીઓને સૌથી વધુ નુકશાન પહોંચાડનાર નૉન લિથલ હથિયાર પેલેટ ગન વિશે તેમણે જણાવ્યું હતું કે, હવે એક એક્સપર્ટ સમિતિ બનશે, તે જોશે કે પેલેટ ગનનો બીજો વિકલ્પ શું હોઈ શકે છે? સમિતિ બે મહિનામાં તેનો રિપોર્ટ આપશે.
2010માં કરાયો હતો પેલેટ ગનનો ઉપયોગ
- ચોમાસુ સત્રમાં કાશ્મીર મુદ્દે ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, જ્યારે પણ દેશ સામે પડકાર આવશે, બધા લોકો મતભેદોને ભૂલીને પડકારનો સામનો કરશે.
- તેમણે વધુમાં જણાવ્યું કે, 'કાશ્મીરની આ હિંસામાં સુરક્ષા દળોના ઘણા જવાનો શહીદ થયા છે. ટોળાને રોકવા માટે પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.'
- 'લોકો ઈજાગ્રસ્ત થયા છે. કુલ 53 ઈજાગ્રસ્ત છે જેમાં 23ની એક આંખમાં ઈજા થઈ છે.'
- 'આ પહેલા પણ પેલેટ ગનનો ઉપયોગ 2010માં થયો હતો. તેમાં 6નાં મોત થયા હતા.'
- '198 લોકોની આંખોમાં ઈજા થઈ હતી. ઘણા લોકો સંપૂર્ણ રીતે દ્રષ્ટિહિન થયા હતા.'
- 'નૉન લિથલ શ્રેણીમાં આ ગન આવે છે, પરંતુ હવે એક એક્સપર્ટ સમિતિ બનશે તે જોશે કે બીજો વિકલ્પ શું છે? બે મહિનામાં તેનો રિપોર્ટ સોંપવામાં આવશે.'
- ઉલ્લેખનીય છે કે, તોફાનીઓને સૌથી વધુ નુકસાન નૉન લિથલ હથિયાર પેલેટ ગને પહોંચાડ્યું છે.
સળગી રહ્યું છે કાશ્મીર
- કાશ્મીરમાં હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીના મોત બાદ કાશ્મીર સળગી રહ્યું છે.
- કેટલાક આતંકવાદ સમર્થકો સૈન્ય પર પથ્થરમારો કરી રહ્યા છે.
- તોફાનીઓને સૌથી વધુ નુકસાન નૉન લિથલ હથિયાર પેલેટ ગને પહોંચાડ્યું છે. તેમના ચહેરા પર આ ગનના છરા વાગવાના કારણે તેમને આંખોમાં ગંભીર નુકસાન પહોંચ્યું છે.
- તેના પગલે કાશ્મીર ખીણમાં પેલેટ ગન પર પ્રતિબંધની માંગ વેગ પકડી રહી છે.
નેશનલ કોન્ફરન્સે સર્વપક્ષીય બેઠકનો બહિષ્કાર કર્યો

મહેબૂબા મુફ્તીની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં હિંસાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. મુખ્ય વિરોધ પક્ષ નેશનલ કોન્ફરન્સે સર્વપક્ષીય બેઠકનો બહિષ્કાર કર્યો છે.

અખબારોનું પ્રકાશન શરૂ

પાંચ દિવસ પછી કાશ્મીરમાં સ્થાનિક અખબારોનું પ્રકાશન શરૂ થઇ ગયું છે. મુખ્યમંત્રી મહેબૂબાએ અખબારના સંપાદકો અને માલિકો સાથે મુલાકાત કરીને પ્રતિબંધ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે મીડિયાની સ્વતંત્રતા જાળવી રાખવાની ખાતરી આપી હતી.
જાણો શું છે પેલેટ ગન

-12 બોરની રાઇફલમાંથી શૂટ કરવાવાળી એક ગોળીમાં 600 પ્લાસ્ટિક અથવા રબરના છરા હોય છે.
- તેની 60 મીટરની રેન્જ હોય છે. છરાનો વરસાદ ભીડને સરળતાથી ટારગેટ કરે છે.
- આ છરા શરીરમાં ઘૂસી જાય છે. રિકવરી મેળવવામાં ઘણા દિવસ લાગે છે.
- આ નકલી ગોળી છે એટલે કે તેનાથી જીવ જતો નથી. તેનો હેતુ વિદ્રોહીઓને શારીરિક ઇજા પહોંચાડવાનો છે. જેનાથી સ્થિતિ કાબૂમાં લાવી શકાય છે.
- સુરક્ષાજૂથોનું પણ માનવું છે કે, તે પેલેટ શોટ ટીયર ગેસ, પાણીના ટેન્કથી પણ વધારે કારગત છે.

કાશ્મીરમાં ક્યારથી

- કેન્દ્રીય સુરક્ષા જૂથોએ કાશ્મીરમાં આતંકવાદના સમર્થનમાં થતી હિંસા અને વિરોધ પ્રદર્શનને કાબૂ કરવા માટે તેનો ઉપયોગ કરે છે.
- પહેલી વખત 2010માં હિંસા સમયે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે 100 કરતાં વધુ લોકોના મૃત્યુ થયાં હતાં.
- એસએચએમએસ હોસ્પિટલના ડૉક્ટરોનું કહેવું છે કે પેલેટ ગનની ગોળી સામાન્ય રીતે રાઉન્ડ શેપમાં હોય છે પણ આ વખતે શાર્પ અને ધારદાર છે.
- તેના કારણે તે વધુ નુકસાન પહોંચાડી રહી છે. નજીકથી વાગે તો જીવ પણ જઇ શકે છે.
આ માટે સવાલ ઊઠી રહ્યા છે

- આ વખતે પેલેટ શોટ વિદ્રોહીની આંખોને નુકસાન થયું છે. પાંચ લોકોની દૃષ્ટી જતી રહી છે.
- વિદ્રોહીઓની કમર પણ તૂટી છે. આ માટે અલગાવવાદીઓ તેને પ્રતિબંધિત કરવાની માગ કરી રહ્યા છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો પેલેટગનના અન્ય દેશોમાં ઉપયોગ અને પ્રતિબંધ વિશે....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો