તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Rajiv Gandhi Assassination Case: SC Stays Release Of 4 Convicts

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજીવ ગાંધીના ચાર હત્યારાઓને છોડવાની સુપ્રિમ કોર્ટે પાડી ના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના ચાર હત્યારાઓને છોડવાની ના પાડી દીધી છે. ચાર આરોપીઓને છોડવાના તામિલનાડુ સરકારના આદેશને પડકારતી અરજી પરની સુનવણી કરતા કોર્ટે, યથાસ્થિત બનાવી રાખવાના આદેશ આપ્યા છે.

મુખ્ય ન્યાયાધીશ પી. સદાશિવમની અધ્યક્ષતામાં બનેલી બેંચે નિર્દેશ આપતા કહ્યું કે, આ કેસની આગામી સુનવણી છઠ્ઠી માર્ચે થશે. ખંડપીઠે તામિલનાડુ સરકાર અને ચારે આરોપીઓને એક નોટિસ આપી છે. કેન્દ્ર સરકારે રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવાના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. છેલ્લી સુનવણી વખતે એડિશનલ સોલિસિટર જનરલ સિદ્ધાર્થ લૂથરાએ દલીલ કરી હતી કે, રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવાની સત્તા તામિલનાડુ સરકારના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. ત્યાર બાદ ખંડપીથ આ યાચિકા પર સુનવણી કરવા માટે તૈયાર થઈ હતી.

ગયા અઠવાડિયે કેન્દ્રની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધીના ત્રણ હત્યારાઓ સંથાન, મુરૂગન અને પેરારિવલનના છુટકારા પર રોક લગાવી દીધી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ ત્રણે દોષીઓની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દીધી હતી. દયા અરજીનો ઉકેલ લાવવામાં થઈ રહેલા લાંબા વિલંબને કારણ આપતા સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તરત જ તામિલનાડુ સરકારે આરોપીઓને છોડી મૂક્વાના આદેશ આપ્યા હતા.

તામિલનાડુ સરકારે પોતાના નિર્ણય બાદ તેની જાણ કેન્દ્ર સરકારને કરી હતી, અને ત્રણ દિવસમાં તેનો જવાબ માંગ્યો હતો. આ સમયગાળા દરમિયાન કેન્દ્ર્ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે તામિલનાડુ સરકારે કેન્દ્રની અરજીનો વિરોધ કર્યો હતો. તામિલનાડુ સરકારનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટે માત્ર ત્રણ આરોપીઓને મુક્ત કરવાની મનાઈ ફરમાવી છે. જ્યારે બાકીના ચાર દોષિયોંને છોડવાનો અધિકાર તેમને છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો