મહાશિવરાત્રીએ વાદળોએ અભિષેક કર્યો, કલાકો સુધી રાજસ્થાન શિમલા બન્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનના વિવિધ પ્રદેશોમાં બુધવારે સાંજે અચાનક મોસમનો મિજાજ બદલાયો હતો. પહેલા ઝડપી પવન ફૂંકાયા બાદ મુશળધાર વરસાદ અને બાદમાં જોરદાર કરા પડયા હતા. બોરથી માંડીને રસગુસ્સા જેટલા કદના કરા પડયા હતા.
થોડા કલાકો સુધી તો કેટલાક વિસ્તારો જાણે શિમલા જેવા દેખાવા લાગ્યા હતા. પહાડ-મેદાનો પર સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. જયપુરમાં અડધા કલાક સુધી સફેદ ચાદર રહી હતી. ૬૦થી ૬૪ કિમી પ્રતિ કલાકની ઝડપે અહીં પવન ફૂંકાયો હતો અને ચાર મીમી સુધી વરસાદ થયો હતો.
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો.....