માવઠાં ઉપરાંત બરફના કરાનો વરસાદ
ઘઉં-કપાસ-એરંડા-ચણાના પાકને નુકશાન
સિઝન વગરનો વરસાદ, બરફ અને વીજળીનો ગડગડાટ. છેલ્લા ત્રણેક દિવસથી મધ્યપ્રદેશમાં આવું જ વાતાવરણ પ્રવર્તમાન છે. મંગળવારે રાત્રે અને બુધવારે સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં બરફના કરા અને વરસાદ પડ્યા હતા. કરાના કારણે માર્ગ પર સફેદ ચાદર પથરાઈ હતી. માળવા-નિમાડ વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ હતી.
કમોસમી વરસાદને કારણે ઊભા પાકને નુકશાન થયું હતું. ઘઉં-ચણાના પાકને સૌથી વધુ અસર થઈ હતી. કપાસ અને કાળાના પાકને પણ નુકશાન પહોંચ્યું હતું. ઈંદૌરના કલેક્ટરે સર્વેના આદેશ આપ્યા છે.
ફેબ્રુઆરી માસના વરસાદના રેકોર્ડ તૂટ્યા
ભોપાલ હવામાન ખાતા પાસે છેલ્લા 88 વર્ષના આંકડાઓ છે. જે પ્રમાણે, એક દિવસમાં સૌથી વધુ 3.96 સેમી વરસાદ (ફેબ્રુઆરી માસમાં) બુધવારે પડ્યો હતો. ગ્વાલિયરમાં પણ છેલ્લા 116 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. હવામાન ખાતાએ ગુરૂવાર સાંજ સુધીમાં 69.1 મીમી વરસાદ પડ્યો હતો. આને કારણે ઘઉં ઉપરાંત એરંડાના પાકને નુકશાન પહોંચશે.
કમોસમી વરસાદ અને તેની અસરની તસવીરો માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.