તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mobile Charger, Dustbin, Bio Toilet And Water Filter Types Of Facilities In General Coaches

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રભુએ કરી દીન દયાલુ જનરલ કોચમાં મુસાફરી, મળશે વોટર ફિલ્ટર જેવી સુવિધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: ઈન્ડિયન રેલવેએ દીન દયાલુ કોચ તૈયાર કર્યા છે. મંગળવારે રેલમંત્રી સુરેશ પ્રભુએ દીન દયાલુ જનરલ કોચમાં મુસાફરી કરીને તેની પૂરતી ચકાસણી પણ કરી હતી. આવા જનરલ કોચ હશે જેમાં રાજધાની એક્સપ્રેસ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. રેલમંત્રીએ 2016માં રેલ બજેટમાં વિશેષ જનરલ કોચ બનાવવાની જાહેરાત કરી હતી.
જનરલ કોચમાં હશે વોટર ફિલ્ટર, મોબાઈલ ચાર્જર અને બાયો ટોઈલેટની સુવિધા
- રેલવેએ રાજધાની જેવી ટ્રેનોમાં આપવામાં આવતી સુવિધાઓને દીન દયાલુ જનરલ કોચમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે.
- દરેક કોચમાં 20 કરતા વધારે મોબાઈલ ચાર્જર પોઈન્ટ આપવામાં આવ્યા છે.
- પીવાનું સ્વચ્છ પાણી આપવા માટે કોચમાં એન્ટ્રી પાસે જ વોટર ફિલ્ટર લગાવવામાં આવ્યા છે.
- કોચમાં બાયો ટોયલેટ અને ડસ્ટબિનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
- આ સિવાય એલઈડી (લાઈટ એમિટિંગ ડાયોડ) લાઈટ્સ અને ફાયર ઈસ્ટિંગ્યૂસર પણ લગાવવામાં આવ્યા છે.
- કોચની અંદર એલ્યુમીનિયમની કંપોઝિટ પેનલ તૈયાર કરવામાં આવી છે. તે ઉપરાંત સ્ટેનલેસ સ્ટિલના ડોરવેઝ પેનલ પણ લગાવવામાં આવ્યા છે.
- રેલવે ઓફિસરના જણાવ્યા પ્રમાણે, નવા કોચની સાઈઝ પણ વધારી દેવામાં આવી છે. જેથી સામાન રાખવા માટે વધારે જગ્યા મળી શકે.
લાંબી મુસાફરીમાં પણ રાખવામાં આવશે દીન દયાલુ જનરલ કોચ

- રેલવે વિભાગના જણાવ્યા પ્રમાણે એક કોચ તૈયાર કરવામાં રૂ. 81 લાખનો ખર્ચ થયો છે.
- રેલવે અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ નાણાકીય વર્ષમાં આ પ્રમાણેના 700 કોચ તૈયાર કરવામાં આવશે.
- ટ્રેનમાં દીન દયાલુ ડબ્બાની ઓળખ કરવામાટે તેમાં વચ્ચે Z શેપમાં ઓરેન્જ કલરની એક પટ્ટી દોરવામાં આવશે.
- લાંબી મુસાફરીની ટ્રેનોમાં 2થી 4 દીન દયાલુ કોચ લગાવવામાં આવશે.
- આ કોચને પહેલા તેજસ, પછી હમસફર અને ત્યારપછી ઉદય (ઓવર નાઈટ સર્વિસ) અને અંત્યોદય એક્સપ્રેસમાં લગાવવામાં આવશે.
શું કહ્યું રેલ મંત્રીએ?
- પ્રભુએ આ કોચનું ઉદ્ઘાટન કરતા કહ્યું છે કે, દીન દયાલુ કોચ આ વાતનું ઉદાહરણ છે કે મોદી સરકાર સામાન્ય માણસ માટે પણ કામ કરી રહી છે. સામાન્ય જનતાના હિતનું પણ સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
- રેલવે અધિકારી હેમંત કુમારે જણાવ્યું કે, દર મહિને આ પ્રમાણેના 15થી 20 કોચ તૈયાર કરવામાં આવશે.
આગળની સ્લાઈડમાં જુઓ દીન દયાલુ જનરલ કોચની તસવીરો અને તેમાં શું છે વ્યવસ્થા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો