તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું મહિલા-બાળકોએ મળીને બનાવ્યું રેલવે બજેટ? સોશિયલ મીડિયા પર આવી પ્રતિક્રિયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. ગુરુવારે બપોર બાદ રેલવે બજેટને લઈને ટ્વિટર પર યુઝર્સે કોમેન્ટ્સ કરી. સાથે જ, #BJPSchoolOfDrama ટ્રેન્ડ કરવા લાગ્યો. યુઝર્સે બીજેપી સરકાર અને નેતાઓને નિશાન બનાવ્યા છે. કઈ રીતે બનાવ્યા નિશાન, કેવી છે પ્રતિક્રિયા...
વિપક્ષ પણ બન્યા નિશાન

- સોશિયલ મીડિયા યુઝર્સનાં નિશાને કોંગ્રેસ, આપ અને ડાબેરીઓ જેવી અન્ય વિપક્ષ પાર્ટીઓ પણ રહી.
- યુઝર્સે #bigishratsecret પર રમૂજી મોર્ફ્ડ તસવીરો શેર કરી નેતાઓની મજાક ઉડાવી.
- દેશદ્રોહ અને રોહિત વેમુલા સુસાઈડ કેસ પર આકરી અને રમૂજી કોમેન્ટ કરી.
- જેએનયૂનાં વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, 'તેમે કેટલા અફઝલ મારશો, દરેક ઘરમાં અફઝલ પેદા થશે.' ની લાઈન સાથે એક તસવીર શેર કરવામાં આવી.
- તેમાં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, સીતારામ યેચુરી અને જેએનયૂ સ્ટુડન્ટ પ્રેસિડેન્ટ કન્હૈયાએ અફઝલને ખોળામાં લીધેલો જોવા મળે છે.
રેલવે બજેટ પર કેટલીક કોમેન્ટ્સ

- રેલવે બજેટમાં રિઝર્વેશનની બાબતે રેલવે ટ્રેક ઉખાડી નાખનારા માટે પહેલેથી અલગ ઉખાડાલે ટ્રેક રાખવા જોઈએ, તેમની મહેનત બચશે. @વિવેક શર્મા
- બજેટ ગમે તે આવે, રૂલિંગ પાર્ટી માટે હંમેશા 'જનતા અને ઐતિહાસિક' જ હોય છે અને વિપક્ષ માટે કાયમ 'નબળું અને કંઈ નવું નથી' હોય છે. @નવીન શુક્લા
- માત્ર રેલવે એક એવી સંસ્થા છે, જે તમન જાતિ ધર્મ કે વિચારધારા જોયા વગર જ તમને રિઝર્વેશન આપી દે છે. @જાદૂ બાબા
- પહેલા એ જણાવો મહામના એક્સપ્રેસમાંથી પાઈપો કોણે ચોરી હતી. @આર.જે. શશાંક
- લાગે છે કે આ વખતે રલવે બજેટ મહિલા, બાળકો અને વૃદ્ધોએ મળીને બનાવ્યું છે. @નિષ્ઠા શર્મા
- મોદી સરકાર બહુ ચાલાક છે. રેલવે બજેટમાં તમામ હિસાબ 2020માં આપવામાં આવશે. કેમ? કેમ કે, ત્યારે તેમની સરકાર હશે જ નહીં. તેઓ વિપક્ષમાં હશે. @આશુતોષ
રાજકીય પાર્ટીઓ પર મેસેજ

- કચરો બજેટ. 'ખિલોના ટ્રેન'ની અવગણના કરવામાં આવી છે. @રાહુલગાંધી
- ટ્રેન પહેલા પણ 'લાલ' સિગ્નલ પર ઊભી રહેતી હતી. હાલ પણ ઊભી રહેશે. કંઈ નવું નથી. @વામપંથી
- અમારી સરકારમાં રેલવે 'ભગવાન' ભરોસે ચાલે છે. ભાજપ સરકારમાં 'પ્રભુ' ભરોસે ચાલે છે. બસ નામ બદલીને રજૂ કર્યું છે. @કોંગ્રેસ
- શકૂરબસ્તીથી શાદીપુર માટે કોઈ ટ્રેન ન દોડી. દિલ્હીને શું મળ્યું..? મોદી રેલવે મંત્રાલય અમારા હવાલે કરો @કેજરીવાલ
(આ નેતાઓ-પાર્ટીઓની ઓરિજિનલ ટ્વિટ નથી. તેમના નામથી અન્ય યુઝર્સે ટ્વિટ કરી છે.)
આગળની સ્લાઈડ્સમાં જુઓ, નેતાઓને નિશાન બનાવી આવેલી કેટલીટ પ્રતિક્રિયા...
અન્ય સમાચારો પણ છે...