તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહુલ અયોધ્યામાં: 24 વર્ષ પછી ગાંધી પરિવારના કોઈ સભ્ય અયોધ્યાની મુલાકાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફૈઝાબાદ: યુપીમાં કિસાન યાત્રાના ચોથા દિવસે રાહુલ ગાંઘી અયોધ્યા પહોંચી ગયા છે. અહીં રાહુલ ગાંધીએ સૌ પ્રથમ પ્રખ્યાત મંદિર હનુમાન ગઢીમાં પૂજા કરી હતી. ત્યારપછી રાહુલે મંદિરના મહંત જ્ઞાનદાસ સાથે પણ મુલાકાત કરીને તેમના આશિર્વાદ લીધા હતા. મહંત જ્ઞાનદાસે જણાવ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અહીં 15-20 મિનિટ જેટલુ રોકાયા અને વાતચીત કરી હતી. મહત્વની વાત એ છે કે, 1992માં બાબરી મસ્જિદના વિધ્વંસ પછી ગાંધી પરિવારના પહેલા સભ્યએ અયોધ્યાની મુલાકાત લીધી છે.
વિવાદિત જગ્યાથી રાહુલને રાખ્યા દૂર

- આ દરમિયાન રાહુલ ગાંધીને વિવાદિત પરિસર અને જ્યાં પથ્થર રાખવામાં આવ્યા છે તે જગ્યાથી દૂર રાખવામાં આવ્યા. આ એજ પથ્થર છે જે રામ મંદિરના નિર્માણ માટે 1989માં લાવવામાં આવ્યા હતા.
- કોંગ્રેસી નેતાઓનું કહેવું છે કે, રાહુલની મંદિરની મુલાકાતને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી.
- રાહુલ ગાંધી સવારે હનુમાન ગઢી મંદિરમાં દર્શન માટે આવ્યા હતા ત્યારબાદ તેઓ મહંત જ્ઞાનને મળ્યા હતા. તે સિવાય અયોધ્યામાં તેમનો કોઈ કાર્યક્રમ કે મીટિંગ નથી.
રાહુલે પિતા રાજીવ ગાંધીની ઈચ્છા કરી પૂરી

- રાહુલ ગાંધીની આજની અયોધ્યા મુલાકાત નિસ્વાર્થ હતી.
- 26 વર્ષ પહેલાં તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ અયોધ્યાની યાત્રા દરમિયાન હનુમાનગઢી મંદિર આવવાનું પ્લાનિંગ કર્યું હતું.
- પરંતુ કોઈ કારણોસર તેઓ અહીં આવ્યા શક્યા નહતા.
- તેના એક વર્ષ પછી 21 મે 1991માં તેમની હત્યા થઈ ગઈ હતી.
- ત્યારે રાહુલ ગાંધી 20 વર્ષના હતા. આમ આજે રાહુલ ગાંધીએ હનુમાનગઢી મંદિરના દર્શન કરીને તેમના પિતાની ઈચ્છા પૂરી કરી છે.
સુરક્ષામાં ખામી

- આ પહેલાં ગુરુવારે જ્યારે રાહુલ ગાંધીનો કાફલો ફૈજાબાદ પહોંચ્યો ત્યારે તેમની સુરક્ષામાં ખામી જોવા મળી હતી.
- જે સમયે કોંગ્રેસ નેતા અને સમર્થક તેમનું સ્વાગત કરી રહ્યા હતા તે સમયે એક યુવક રિવોલ્વર લઈને તેમની નજીક પહોંચી ગયો હતો.
- ત્યાર પછી એસપીજી સુરક્ષાકર્મીઓએ તેની ધરપકડ કરી લીધી અને પૂછપરછ કરીને તેને પોલીસને સોંપી દીધો હતો.
- આરોપી કોંગ્રેસ સાથે જોડાયેલો હોવાનું જ જાણવા મળ્યું છે અને તેવી વધુ પૂછપરછ કરવામાં આવી.
- આ પહેલાં દેવરિયામાં ખેડૂત યાત્રાના પહેલાં દિવસે જ રાહુલ ગાંધીની સ્પીચ પછી ત્યાં 2,000 ખાટલાઓની લૂંટ થઈ હતી.
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો