તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહુલ ગાંધી મંદસૌર જવા રવાના: મૃતક ખેડૂતોના પરિવારજનોને મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી:  રાહુલને મંદસોર જતા અટકાવવા માટે અનેક ટોચના અધિકારીઓને રાતો રાત નીમચ- મંદસોર મોકલી દેવાયા. રાહુલ સવારે 9:40 વાગ્યે ચાર્ટર્ડ વિમાનથી ઉદયપુર પહોંચ્યા. 12:00 વાગ્યે નિમ્બાહેડા પહોંચી ગયા. અહીં ભીલવાડાના જહાજપુરના ધારાસભ્ય ધીરજ ગુર્જરની બાઈક પર બેસી ગયા. યોજના હતી કે જીરન અને ચીતાખેડાના માર્ગે રાહુલને મૃતક ખેડૂતના ગામ બરખેડા પહોંચાડી દેશે પરંતુ ધારાસભ્ય રસ્તાથી વાકેફ નહોતા. ભટકી જવાને કારણે તે ફરી ફરીને ફરીથી નિમ્બાહેડા સિટી આવી પહોંચ્યા. આ દરમિયાન પોલીસ પાછળ પાછળ જ હતી. પછી રાહુલ જીતૂ પતવારી સાથે બેસી ગયા. રાજસ્થાન-મધ્યપ્રદેશની સરહદે સ્થિત બાંગેડા ચોકી પર પોલીસે સૌને અટકાવી દીધા.
 
અહીંથી રાહુલ પગપાળા ચાલવા લાગ્યા. 3 કિમી પગપાળા ચાલ્યા બાદ તે નયાગાંવ બેરિયર પહોંચી ગયા. અહીં પોલીસે ધરપકડની ચેતવણી આપી તો તે ખેતરો તરફ આગળ વધ્યા. ખેતરોમાં મધમાખીઓએ હુમલો કરી દીધો. રાહુલ સહિત અનેક નેતાઓને ડંખ પણ માર્યા. પોલીસે દરમિયાન રાહુલની ધરપકડ કરી લીધી. તેમને 5 કિમી દૂર સિમેન્ટ ફેક્ટરીના ગેસ્ટ હાઉસમાં લઈ ગયા. દરમિયાન પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજન પીડિત ખેડૂતો સાથે આવી ગયા. બે કલાકની રાહ જોયા બાદ પણ તેમને રાહુલ સાથે મુલાકાત ન કરવા દેવાઈ. સાંજે 5:30 વાગ્યે રાહુલ સહિત લગભગ 250 નેતાઓને રાજસ્થાન લઈ જઈને મુક્ત કરી દેવાયા. પીડિત પરિવાર રાજસ્થાનના દિનવા ગામે રાહુલને મળ્યા. રાહુલ લગભગ 3:30 કલાક સુધી કસ્ટડીમાં રહ્યાં. હતા.
 
 
મધ્ય પ્રદેશમાં ખેડૂતોના આંદોલન દરમિયાન પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામેલા 6 ખેડૂતોના પરિવારને મળવા મંદસૌર જવાની કોશિશ કરતી વખતે નીમચમાં અરેસ્ટ થયેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જામીન પર છોડવામાં આવ્યા છે. જોકે, પહેલા તેમણે જામીન લેવાની ના પાડી હતી, પરંતુ, જ્યારે પ્રશાસને તેમને પીડિત પરિવારોને મળવાની મંજૂરી આપી દીધી તો તેમણે જામીન સ્વીકારી લીધા. જણાવવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત મંદસૌરમાં નહીં પરંતુ, એમપી-રાજસ્થાન બોર્ડર પર થશે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે એક વીડિયો સંદેશ જાહેર કરીને ખેડૂતોને શાંતિ રાખવાની અપીલ કરી છે. 
રાહુલે કર્યો પોલીસને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન

- રાહુલ ગુરુવારે 9.30 વાગે હેલિકોપ્ટરથી ઉદેપુર પહોંચ્યો હતો. ત્યાંથી પછી તેઓ મંદસૌર ખેડૂતોને મળવા માટે રવાના થયા હતા.
- રાહુલ ગાંધી કોંગ્રેસ નેતાઓ સાથે રાજસ્થાનથી મધ્યપ્રદેશ આવ્યા હતા. આ પહેલા પ્રદેશ પોલીસે રાહુલને નયાગામ બેરિયર પાસે રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓ પોલીસને ઉલ્લુ બનાવીને કોંગ્રેસ ધારાસભ્ય જીતૂ પટવારીની બાઈક પર બેસીને ચિંતાખેડાના રસ્તેથી મંદસૌર જવા માટે નીકળી ગયા હતા.
- ત્યારપછી પોલીસે તેમની નિમચ પાસે આવેલા ઝીરણમાં રોક્યા હતા. ત્યાં રાહુલની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી.
- અહીંથી રાહુલની અટકાયત કરવામાં આવી અને તેમને  ખોર પાસે આવેલા વિક્રમ સીમેન્ટના ગેસ્ટ હાઉસ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે રાહુલે કહ્યું હતું કે- હું માત્ર ખેડૂતોને મળવા માગુ છું. પરંતુ કોઈ પણ કારણ વગર મારી અટકાયત કરવામાં આવી છે. 
કોણ કોણ હતું રાહુલની સાથે?

- ઝીરણમાં રાહુલની સાથે કમલનાથ, દિગ્વિજય સિંહ, એનસીપી ચીફ શરદ પવાર અને જેડીયુ નેતા શરદ યાદવ હતા. પરંતુ આ દરેકને અમપીની બોર્ડર પર જ રોકી લેવામાં આવ્યા હતા. માત્ર રાહુલ જ પોલીસને ઉલ્લુ બનાવીને મંદસૌર જવા નીકળ્યા હતા. 
 
શું કહ્યું રાહુલ ગાંધીએ?
 
રાહુલ ગાંધીએ અટકાયત પહેલા કહ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર અમિરોનું 1,50,000 કરોડનું  દેવુ માફ કરી શકે છે પરંતુ ખેડૂતોનું નહીં. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નથી મળતા. તેમને બોનસ આપવામાં નથી આવતું. ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, જો તમારી આરએસએસ સાથે વિચારધારા નથી મળતી તો તમે બીજેપી શાસિત રાજ્યોની મુલાકાત કરી શકો નહીં. મધ્ય પ્રદેશની સરકાર પણ એ જ કરી રહી છે. ઉત્તર પ્રદેશના ખેડૂતોને મળવા જતી વખતે પણ આવું જ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ખેડૂત ભારતનો જ નાગરિક છે. હું મંદસૌરના ખેડૂતોને ગળે મળવા આવ્યો હતો. પરંતુ મને એવુ કરવા દેવામાં આવ્યું નથી.
 
પોલીસ ફાયરિંગમાં જ થયા હતા ખેડૂતોનાં મોતઃ મધ્ય પ્રદેશ સરકાર
 
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે  ગુરુવારે કહ્યું છે કે, મંદસૌરમાં 6 ખેડૂતોનાં મોત પોલીસની ફાયરિંગથી જ થયા છે. બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે સવારે મંદસૌર જવા નીકળ્યા હતા. આ માટે તંત્રએ પરવાનગી ન આપતા રાહુલ ઉદયપુર પહોંચ્યા પછી ત્યાંથી બાઈક પર સવાર થઈને મંદસૌર જવા રવાના થયા હતા. આંદોલનવાળા વિસ્તારોમાં ઘણી જગ્યાએ મોબાઈલ સર્વિસ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. 
 
રાહુલે કર્યું ટ્વિટ
 
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, મંદસૌરમાં પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા ખેડૂતના પરિવારજનો સાથે મીટિંગ કરતાં અને એમપીમાં આવતો અટકાવવા રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકારે તેમનાથી શક્ય તમામ પ્રયત્ન કર્યા છે.
 
બુધવારે મંદસૌરમાં ખેડૂતોનું હિંસક આંદોલન
 
આ પહેલાં બુધવારે મધ્ય પ્રદેશમાં ખેડૂતોના આંદોલને ઘણું હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભોપાલ-ઈન્દોર હાઈવે અને દેવાસ જિલ્લામાં થઈને કુલ 13 બસ સહિત 150 ગાડીઓ સળગાવી દેવામાં આવી હતી. મંદસૌરમાં મંગળવારે ફાયરિંગમા છ ખેડૂતોના મૃત્યુ થયા છે. બીજી તરફ મંદસૌરમાં છેલ્લા બે દિવસની સ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટર અને એસપીની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. બુધવારે ખેડૂતો સાથે વાતચીત કરવા ગયેલા કલેક્ટર અને એસપી સાથે મારપીટ થઈ હતી. ટોળાંએ તેમના કપડાં ફાડી નાખ્યા હતા.
 
150 ગાડીઓ સળગાવી દેવાઈ

બુધવારે મધ્ય પ્રદેશમાં હિંસા આટલેથી અટકી નહતી. ફાયરિંગમાં મૃત્યુ પામેલા એક વ્યક્તિના અંતિમ સંસ્કાર કર્યા પછી ભીડ અચાનક પોલીસ તરફ દોડી હતી. પોલીસના ઘણા જવાનો બચવા માટે દોડીને પિપલિયા પોલીસ સ્ટેશન પરત આવી ગયા હતા. બીજી બાજુ દેવાસના સોનકચ્છમાં આંદોલનકારીઓએ એક ચાર્ટડ બસ સળગાવી દીધી હતી. ત્યારે પણ મુસાફરોએ ખેતર અને મંદિરોમાં છૂપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. આમ ભોપાલ-ઈન્દોર હાઈવે અને દેવાસ જિલ્લામાં થઈને કુલ 13 બસ સહિત 150 ગાડીઓ સળગાવવામાં આવી છે. એક પોલીસ સ્ટેશનને પણ આગ લગાવી દેવામાં આવી છે. દેવાસ-ઈન્દોર રોડ ચાર કલાક બંધ રહ્યો હતો. રાજ્યમાં 3 ટીઆઈ સહિત 20 પોલીસવાળા ઘાયલ થયા છે. નોંધનીય છે કે આ રાજ્યમાં 19 વર્ષ પછી આ પ્રમાણેની હિંસા થઈ છે. આ પહેલા 1998માં મુલતાઈમાં 18 લોકોના મોત થયા હતા.
 
મંદસૌરના ડીએમ અને એસપીની ટ્રાન્સફર કરાઈ
 
મંદસૌરમાં છેલ્લા બે દિવસની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેના ડીએમ અને એસપીની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. મંદસૌરના ડીએમ સ્વતંત્ર સિંહની ટ્રાન્સફર કર્યા પછી હવે શિવપુરીના ડીએમ ઓપી શ્રીવાસ્તવ મંદસૌરનો ચાર્જ સંભાળશે. જ્યારે નિમચના એસપી હવે મંદસૌરનો ચાર્જ સંભાળશે. નોંધનીય છે કે, મંદસૌરમાં ફાયરિંગ દરમિયાન 6 લોકોના મૃત્યુ થયા હતા. હાલ પણ મંદસૌરમાં કર્ફ્યૂની સ્થિતિ છે. 
 
લાશ પર લગાવવામાં આવી બોલી

કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું કે, શિવરાજ સિંહ ચૌહાણે ઘટનાની જવાબદારી લઈને તુરંત રાજીનામુ આપી દેવુ જોઈએ. અહીં લાશો પર બોલી લગાવવામાં આવી રહી છે. પહેલાં 5 લાખ, પછી 10 લાખ અને હવે એક કરોડ આપવાની વાત કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુસંઘવીએ મંદસૌરની ઘટના વિશે બે નવા નારા આપ્યા છે. 1) વચેટિયાઓથી ખેડૂત પરેશાન, બીજેપીએ તેમને આપી બંદૂકની નાળ. 2) ખેડૂતો કરે છે ધિરાણ માફીની અરજ અને બીજેપી કરે છે ગોળીઓનો વરસાદ. બીજી બાજુ વૈંકેયા નાયડૂએ આ મામલે કોંગ્રેસને રાજનીતિ કરવાની ના પાડી છે.
 
આંદોલનની શરૂઆત થઈ મહારાષ્ટ્રથી

- ધિરાણ માફી અને દૂધના ભાવમાં વધારો કરવા મુદ્દે પહેલા આંદોલન મહારાષ્ટ્રમાં શરૂ થયા હતા. અહીં પણ અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ થયા છે.
- મધ્ય પ્રદેશના ખેડૂતોએ પણ ધિરાણ માફી, ટેકાના ભાવ, જમીનના બદલામાં મળતુ વળતર અને દૂધના ભાવ માટે આંદોલન શરૂ કર્યું છે. શનિવારે ઈન્દોરમાં આ આંદોલન હિંસક થઈ ગયું હતું. હવે મંદસૌર અને રાજ્યના બાકી ભાગમાં પણ આ આંદોલન ફેલાઈ ગયું છે. 
 
મંદસૌરમાં કેમ તણાવની સ્થિતિ

- મંદસૌર અને પિપલિયામંડી વચ્ચે ફોરલેન પર મંગળવારે સવારે 11.30 વાગે એક હજારથી વધારે ખેડૂતો રસ્તા પર આવી ગયા હતા. અહીં પહેલા તેમણે ચક્કાજામનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે કડક કાર્યવાહી કરી તો ખેડૂતોએ પથ્થરમારો શરૂ કરી દીધો. પોલીસે ખેડૂતો વચ્ચે ઘેરાઈ ગઈ હતી. ખેડૂતોનો આરોપ છે કે, પોલીસ અને સીઆરપીએફે વોર્નિંગ આપ્યા વગર જ ફાયરિંગ શૂ કરી દીધું હતું. તેમાં 6 લોકોના મૃત્યુ થયા છે. 
 
બાળકો રોતા રહ્યા અને ઉપદ્રવીઓ તોડફોડ કરતા રહ્યા

- ભોપાલથી ઈન્દોર જઈ રહેલી બસને આંદોલનકારીઓએ સોનકચ્છમાં રોકીને તેમાં આગ લગાડી દીધી છે. પેસેન્જર્સે ભાગીને તેમના જીવ બચાવવા પડ્યા હતા. આ પહેલાં આંદોલનકારીઓએ બસના કાચ તોડી દીધા છે. જ્યારે તોડ-ફોડ કરવામાં આવતી હતી ત્યારે બાળકો અને મહિલાઓ બસની અંદર હતા. અંદર બાળકો રડતા હતા અને આંદોલનકારીઓ તોડ-ફોડ કરતા રહ્યા હતા.
- આટલું જ નહીં ઈન્દોરથી ભોપાલની વચ્ચે હાઈવે પર અંદાજે 30 ગાડીઓમાં આગ લગાવવામાં આવી હતી. ઘણાં ટોલ બુથ ઉપર પણ તોડફોડ કરવામાં આવી છે. હિંસા પછી ઘણી ટ્રાવેલ કંપનીઓએ ભોપાલ-ઈન્દોર વચ્ચેની બસ સર્વિસ બંધ કરી દીધી છે. દેવાસ પાસે ગાડીમાં લાગેલી આગ ઓલવવા પહોચેલી ફાયર બ્રિગેડની ગાડીને પણ આંદોલનકારીઓએ આગ લગાવી દીધી હતી.
 
આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...