તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથે પર પસીના, ડરે ડરે સે સાહેબ નજર આતે હૈ; રાહુલે શાયરીથી મોદીને લીધા આડે હાથ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. સોમવારે પીએમ મોદીએ પ્રચારના શ્રીગણેશ કરતાં રાજ્યમાં એકસાથે ચાર ચાર સભાઓ કરી હતી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યાં હતા. ત્યારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી પીએમ મોદીને આડે હાથ લીધા છે. રાહુલ ગાંધીએ શાયરીના અંદાજમાં ટ્વિટ કરી પીએમ મોદી પર કટાક્ષ કર્યાં છે. રાહુલે રાફેલ ફાઈટર જેટ ડીલ અને અમિત શાહના પુત્ર જય શાહ વિરૂદ્ધ નાણાંકીય ગરબડના આક્ષેપો સામે પીએમના મૌન અંગે રાહુલે સવાલો ઉઠાવ્યાં છે.

 

'ડરે ડરે સે સાહેબ નજર આતે હૈ'

 

- રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, “ચેહરે પર શિકન, માથે પર પસીના. ડરે-ડરે સે સાહેબ નજર આતે હૈ. શાહ-ઝાદા, રાફેલ કે સવાલો પર જાને ક્યૂં ઈનકે હોઠ સિલ જાતે હૈ.”

- રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્ર સરકાર પર રાફેલ ડીલ પર સવાલો ઉઠાવ્યાં હતા. તો એક ન્યૂઝ વેબસાઈટના આક્ષેપો બાદ અમિત શાહના પુત્ર જય શાહની કંપની પર નાણાકીય ગેરરીતિના લગાવેલાં આરોપો અંગે પણ આક્ષેપો કર્યાં હતા.

- રાહુલ ગાંધી 29 અને 30 નવેમ્બરે સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. તેઓ સોમનાથ મહાદેવના દર્શન પણ કરશે. ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લાના કોંગ્રેસના ઉમેદવારો માટે પણ પ્રચાર કરશે 

 

‘PM અસ્વસ્થ માનસિકતાના શિકાર છે’

 

- કોંગ્રેસના વરિષ્ઠ પ્રવકતા આનંદ શર્માએ કહ્યું હતું કે, “ગુજરાતમાં કોંગ્રેસના વધતાં જનસમર્થનને જોઈને ભાજપ અને પીએમ મોદી ડરી ગયાં છે. અને તેથી જ તેઓ મતદાતાઓને ગુમરાહ કરવા ખોટી વાતો કરે છે.”

- આનંદ શર્માએ કહ્યું કે, “પીએમએ દેશના પ્રથમ વડાપ્રધાન અંગે કહ્યું હતું કે તેઓએ ગુજરાત માટે કંઈજ નથી કર્યું. અમે તેની નિંદા કરીએ છીએ. વડાપ્રધાન અસ્વસ્થ માનસિકતાના શિકાર છે જે દેશ માટે ચિંતાનો વિષય છે.”

 

મોદીએ કોંગ્રેસ અને રાહુલ પર કર્યાં હતા પ્રહાર

 

- સોમવારે ચૂંટણી પ્રચાર કરતાં પીએમ મોદીએ ચાર જનસભા સંબોધી હતી. જેમાં તેઓએ તાત્કાલિક આરોપો પણ લગાવ્યાં હતા.

- કોંગ્રેસ પર ગુજરાત સાથે વેરભાવના આરોપો પણ લગાવ્યાં હતા. સાથે જ પોતાના પરના અંગત હુમલાઓને તેઓએ ગુજરાતની આન-બાન-શાન પર હુમલો ગણાવ્યો હતો.

- પીએમએ ચા વાળી ટ્વિટ પર કોંગ્રેસને ખરી ખોટી પણ સંભળાવી હતી અને કહ્યું હતું કે મેં ચા વેચી છે, દેશ નહીં.

- રાહુલ ગાંધીને ઘેરતાં મોદીએ કહ્યું હતું કે ગુજરાતના પુત્રને ગુજરાતમાં જ આવીને અનાપ શનાપ ન કહી શકે. 

અન્ય સમાચારો પણ છે...