તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PM મોટા વ્યક્તિ બની ગયા, હવે ચોકીદારી અમારા પર છોડી દોઃ LSમાં રાહુલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે લોકસભામાં સ્પીચ આપી હતી. બે વર્ષમાં સંસદમાં રાહુલની આ 11મી સ્પીચ હતી. તેમણે મોંઘવારીના મુદ્દાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું કે, 'વડાપ્રધાન હવે મોટા વ્યક્તિ બની ગયા છે, હવે ચોકીદારી અમારા પર છોડી દો. મોટા ઉદ્યોગપતિઓને ફાયદો થયો છે, ખેડૂતોને નથી થયો.'
ગૃહને એક તારીખ આપો કે જ્યારે દાળના ભાવ ઘટી જશે
મોદી સરકાર મોંઘવારી પર અંકુશ રાખવામાં નિષ્ફળ રહી હોવાનું જણાવતાં રાહુલે લોકસભામાં મોદીને સવાલ કર્યો હતો કે, ‘મોદીજી, તમે સ્ટાર્ટ-અપ, સ્ટેન્ડ અપ જે શરૂ કરવું હોય તે કરો, જેટલાં ઠાલાં વચનો આપવા હોય તેટલાં આપો પણ આ ગૃહને એક તારીખ આપો કે જ્યારે દાળના ભાવ ઘટી જશે, ટામેટાના ભાવ ઘટી જશે.’
અરહર (તુવેર) મોદી, અરહર મોદી
ગત લોકસભાની ચૂંટણી વખતે બહુ ગાજેલા ‘હર હર મોદી, ઘર ઘર મોદી’ નારાનો આડકતરો ઉલ્લેખ કરી રાહુલે કટાક્ષ કર્યો કે, આજે ગામેગામ એક નારો ચાલી રહ્યો છે. તે નારો છે, ‘અરહર (તુવેર) મોદી, અરહર મોદી.’ બે મહિના અગાઉ એનડીએ સરકારે સત્તા મેળવ્યાનાં બે વર્ષની ઉજવણી કરી. મુંબઇથી બોલિવૂડના સ્ટાર્સને બોલાવાયા. આ સમારોહમાં વડાપ્રધાન સ્વચ્છ ભારત વિશે બોલ્યા, મેક ઇન ઇન્ડિયા વિશે બોલ્યા પણ મોંઘવારી ક્યારે ઘટશે તે અંગે એક શબ્દ પણ નથી બોલ્યા.
PMના નાક નીચેથી દાળની થઈ રહી છે ચોરી

- મોંઘવારી પર લોકસભામાં ચર્ચા દરમિયાન રાહુલે કહ્યું કે, 'દેશમાં મોંઘવારી મોટી સમસ્યા છે.'
- 'એનડીએ સરકારે બે વર્ષની ઉજવણી ધામધૂમથી કરી અને વડાપ્રધાને તેમની યોજનાઓનાં વખાણ કર્યા, પરંતુ મોંઘવારી પર મૌન રહ્યા.'
- 'તેઓએ દાળ, ટામેટા, બટાકા વિશે વાત ન કરી. પીએમ મોંઘવારી પર ન બોલી શકે કારણ કે તે સ્પષ્ટ દેખાઈ રહી છે.'
- 'ખેડૂત 50 રૂપિયે દાળ વેચે છે અને ખરીદે છે 180 રૂપિયામાં.'
ઉદ્યોગપતિઓને ફાયદો થયો છે, ખેડૂતોને નહીં
- 'વડાપ્રધાને ખૂદને ચોકીદાર બનાવવાની વાત કહી હતી. જુઓ, હવે ચોકીદારના નાક નીચેથી દાળની ચોરી થઈ રહી છે, પરંતુ તેમણે એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો.'
- 'વડાપ્રધાન હવે મોટા વ્યક્તિ બની ગયા છે, હવે ચોકીદારી અમારા પર છોડી દો. મોટા ઉદ્યોગપતિઓને ફાયદો થયો છે, ખેડૂતોને નથી થયો.'
- 'ગત વર્ષે સરકારે મોટા ઉદ્યોગપતિઓને 52 હજાર કરોડનું દેવું માફ કરી દીધું હતું.'
- 'અમે માત્ર એટલું પૂછીએ છીએ કે, મેક ઈન ઈન્ડિયામાં તમે યુવાનોને રોજગારી ન આપી.'
- 'બે લાખ કરોડમાંથી તમે મોટા ઉદ્યોગપતિઓને પૈસા આપ્યા, પણ ભારતની જનતાને તમે કેટલા પૈસા આપ્યા?'
- 'મોટા ઉદ્યોગપતિઓને ફાયદો થયો છે, પરંતુ ખેડૂત, મજૂર અને ગરીબ મહિલાઓને ફાયદો નથી થયો.'
- 'વડાપ્રધાન તમે ગૃહને એ તારીખ આપો, જ્યારે માર્કેટમાં દાળ, બટાકા અને ટામેટાના ભાવ ઓછા થઈ જાય.'
- હવે ગામડાઓમાં સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે- અરહર મોદી... અરહર મોદી...
મોંઘવારી માટે સરકાર અને મંત્રીઓ જવાબદારઃ સોનિયા

- ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોંઘવારી મુદ્દે સરકારને નિશાન બનાવી હતી અને પાર્ટી સાંસદોને આક્રમક થવા માટે જણાવ્યું હતું.
- તેઓએ તેના માટે સરકાર અને તેના મંત્રીઓને જવાબદાર ઠેરવ્યા હતા.
- આર્થિક વૃદ્ધિના સરકારના દાવાની હવા કાઢતા તેમણે કહ્યું હતું કે, જ્યારે તે આર્થિક વૃદ્ધિ અને જીડીપી આંકડાની વાત કરે છે ત્યારે તેમના ખૂદના પાર્ટીના નેતા તેમના પર સવાલ ઉઠાવે છે.
પાસવાનની અપીલ, રાજ્ય સરકારો દાળ પરથી કર હટાવે આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...