તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજનાથ કરતા હતા સંસદમાં દલિત મુદ્દાની ચર્ચા, રાહુલ બાબા ઉંઘતા ઝડપાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ગુજરાતના ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના મુદ્દે સંસદમાં સતત હોબાળો થઈ રહ્યો છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ અંગે નિવેદન આપ્યું હતું. આ સમયે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઊંઘતા ઝડપાઈ ગયા હતા. મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધી દલિતો પર અત્યાચારના મુદ્દે ગુજરાતની મુલાકાતે આવવાના છે.
રાહુલ આવશે ગુજરાતની મુલાકાતે

- રાહુલ ગાંધી ગુજરાતના ઉનાની મુલાકાતે આવવાના છે.
- અહીં તેઓ દલિત પીડિત અને તેમના પરિવારજનોને મળશે.
- રાહુલ ગાંધી દલિત પીડિતની વ્યથા સાંભળશે.
- રાહુલ ગાંધીની સાથે અન્ય કોંગ્રેસી નેતાઓ અને ગુજરાતના કોંગ્રેસી નેતાઓ સાથે રહેશે.
કોંગ્રેસે વોકઆઉટ કર્યું તો પણ રાહુલ ઊંઘતા જ રહ્યા
- સ્થિતિ વધારે રસપ્રદ ત્યારે થઈ ગઈ જ્યારે હોબાળા અને વિરોધ વચ્ચે કોંગ્રેસે સદનમાંથી વોકઆઉટ કરી દીધું હતું. પરંતુ આ હરકતથી અજાણ રાહુલ તેમની સીટ પર જ બેસી રહ્યા હતા.
- આ દરમિયાન અમુક સાંસદ રાહુલ ગાંધી સુધી પહોંચ્યા અને તેમને કહ્યું કે પાર્ટીએ વોકઆઉટ કર્યું છે અને તમારે પણ આવવું પડશે.
- ત્યારે રાહુલ ગાંધી તેમની સીટ પરથી ઊભા થયા હતા.
ફરી આવ્યા પછી પણ રાહુલને આરામની જરૂર: ભાજપ

સંસદમાં રાહુલની ઊંઘ અંગે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે રાહુલ હમણા જ 15 દિવસ વિદેશમાં ફરી આવ્યા, તેમ છતાં તેમને સંસદમાં આરામની જરૂર છે.
કોંગ્રેસ રાહુલનો કર્યો બચાવ

- કોંગ્રેસે રાહુલ ગાંધીનો બચાવ કર્યો છે.
- પાર્ટીના દિગ્ગજ નેતા રેણઉકા ચૌધરીએ કહ્યું છે કે, રાહુલ ગાંધી ઊંઘી નહોતા રહ્યા, તેઓ કઈંક વિચારી રહ્યા હતા.
- આટલા અવાજમાં કોઈ કેવી રીતે ઊંઘી શકે?
- મને લાગે છે કે આ મુદ્દાને કારણ વગર હવા આપવામાં આવી રહી છે.
- અન્ય પણ ઘણાં મુદ્દા છે જે વિશે વાત થવી જોઈએ.
રાજનાથ સિંહે કહ્યું- ગુજરાત સરકાર ઝડપથી કરી રહી છે તપાસ
- લોકસભાના શૂન્યકાળ દરમિયાન ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ઉના દલિતને મારવાના મુદ્દે ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને 9 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
- હવે આ કેસની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે. આ મામલે રાજ્ય સરકાર સ્પેશિયલ કોર્ટ બનાવાનો પણ વિચાર કરી રહી છે.
- ગુજરાત સરકારે પીડિતોને રૂ. બે લાખ આપવાની જાહેરાત કરી છે અને તેમાંથી રૂ. એક લાખ આપી પણ દેવામાં આવ્યા છે.
- તપાસ કરી રહેલા ઓફિસરોએ 60 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવાનું કહ્યું છે. પીડિતોની સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર આપી રહી છે.
- આ દરમિયાન તેમણે આ ઘટનાથી પીએમ મોદી દુખી થયા હોવાની વાત પણ જણાવી હતી.
- ગુજરાતમાં કોંગ્રેસ સાશન દરમિયાન દલિતો પર વધારે અત્યાચાર થતાં હતા અને તેમાં સતત વધારો થયો હતો.
- જ્યારે બીજેપી સરકાર દરમિયાન ગુજરાતમાં દલિત અત્યાચારમાં સતત ઘટાડો થયો છે.
આગળ વાંચોઃ સંસદમાં ક્યારે ક્યારે રાહુલ ગાંધી ઊંઘતા ઝડપાયા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો